મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે, પરંતુ મારે દેશપ્રેમ સાબિત કરવાની જરૂર નથી: અક્ષય
સોશિયલ મીડિયા પર અક્ષયની નાગરિકા મુદ્દે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે એક ટ્વિટર પોસ્ટ દ્વારા પોતાના તરફથી સ્પષ્ટતા કરી છે
નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નોન પોલિટિકલ ઇન્ટરવ્યુનાં કારણે ચર્ચામાં છે, જો કે બીજી તરફ ચોથા તબક્કાનાં મતદાન બાદ તેની નાગરિકતા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. એક પત્રકારે પણ અક્ષયને ચૂંટણી દરમિયાન મતદાન નહી કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો જે અંગે અભિનેતાએ જવાબ આપ્યાનું ટાળ્યું હતું.
Live: ઓરિસ્સા બાદ 'ફોની' પશ્ચિમ બંગાળ તરફ ફંટાયું, મિદનાપુર સૌથી વધારે અસર
હવે જ્યારે સોશિયલ મીડિયા પર અક્ષયની નાગરિકા મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ચાલી રહ્યો છે, તેમણે એક ટ્વીટર પોસ્ટ દ્વારા પોતાની વાત રજુ કરી છે. અક્ષય કુમારે તેમ પણ જણાવ્યું કે, તેઓ સાત વર્ષથી કેનેડા નથી ગયા અને નાગરિકતા અંગે સવાલ ઉઠાવવા મુદ્દે પણ તેઓ ઘણા દુખી છે.
રાહુલ ગાંધીએ અમેઠીના લોકોને લખ્યો ભાવુક પત્ર, ઇરાનીએ આપ્યો આકરો જવાબ
અક્ષય કુમારે પોતાનાં ટ્વીટર પોસ્ટમાં લખ્યું કે, મને ખ્યાલ નથી આવતો કે મારી સિટીઝનશીપ મુદ્દે આટલું નકારાત્મક વાતાવરણ કેમ બનાવવામાં આવી રહ્યું છે ? મે ક્યારે પણ આ વાતને છુપાવી નથી અને ન તો ઇન્કાર કર્યો છે. મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે. જો કે છેલ્લા 7 વર્ષથી હું ક્યારે પણ કેનેડા નથી ગયો. હું ભારતમાં જ કામ કરુ છું અને ભારતમાં જ મારો ટેક્સ પણ ચુકવું છું.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, બુરહાન વાની ગેંગનો સફાયો
અભિનેતાએ લખ્યું કે, જ્યાં આવર્ષોમાં મને ભારત મુદ્દે મારો પ્રેમ સાબિત કરવાની કોઇ જ જરૂર નથી પડી જ્યારે હું તે વાતથી ખુબ જ નિરાશ છું કે મારા સિટિઝનશીપ વાળા મુદ્દાને અકારણ વિવાદિદ તનબાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સંપુર્ણ રીતે એક પર્સનલ, લીગલ, નોન પોલિટિકલ મુદ્દો છે જે કોઇના માટે મહત્વનો નથી. આખરે હું તે કહેવા માંગુ છું કે હું આ તમામ મુદ્દાઓ પર મારી તરફથી કામ કરતો રહીશ જે મારા હૃદયની નજીક છે અને ભારતને શક્તિશાળી બનાવવા માટે મારી તરફથી નાનું યોગદાન કરતો રહીશ.
રાહુલ ગાંધીના જન્મ અને નાગરિકતા અંગે આ મહિલાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો
અક્ષયકુમારને દેશભક્તિ ફિલ્મોમાં પોસ્ટર બોય પણ કહેવામાં આવે છે. તેના પર ભાજપના પક્ષધર હોવાનો આરોપ લગાવતા રહ્યા છે અને વડાપ્રધાન મોદીની સાથે સાથે તેમના સંબંધો અંગે પણ અનેક વખત રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલતી રહે છે. તેમનાં નોનપોલિટિકલ ઇન્ટરવ્યું મુદ્દે પણ લોકો વડાપ્રધાન અને અક્ષય બંન્ને પર વ્યંગ કરતા રહે છે.