રાહુલ ગાંધીના જન્મ અને નાગરિકતા અંગે આ મહિલાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો

રાહુલ ગાંધીના જન્મના સાક્ષી રહી ચૂકેલા સેવા નિવૃત્ત નર્સ અને વાયનાડના મતદાતા રાજમ્મા વાવથિલ ભારપૂર્વક કહે છે કે કોઈએ પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવવા જોઈએ નહીં. કારણ કે દિલ્હીની હોલી  ફેમિલી હોસ્પિટલમાં 19 જૂન 1970ના રોજ જ્યારે રાહુલ ગાંધીનો જન્મ થયો ત્યારે જે લોકો ત્યાં હાજર હતાં તેમાં તેઓ પોતે પણ તે વખતે સામેલ હતાં. તે સમયે તેઓ ડ્યૂટી પર હતાં. 
રાહુલ ગાંધીના જન્મ અને નાગરિકતા અંગે આ મહિલાએ કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો

કોચ્ચિ (કેરળ): રાહુલ ગાંધીના જન્મના સાક્ષી રહી ચૂકેલા સેવા નિવૃત્ત નર્સ અને વાયનાડના મતદાતા રાજમ્મા વાવથિલ ભારપૂર્વક કહે છે કે કોઈએ પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવવા જોઈએ નહીં. કારણ કે દિલ્હીની હોલી  ફેમિલી હોસ્પિટલમાં 19 જૂન 1970ના રોજ જ્યારે રાહુલ ગાંધીનો જન્મ થયો ત્યારે જે લોકો ત્યાં હાજર હતાં તેમાં તેઓ પોતે પણ તે વખતે સામેલ હતાં. તે સમયે તેઓ ડ્યૂટી પર હતાં. 

72 વર્ષના રાજમ્મા તે વખતે નર્સ તરીકે તાલિમ લઈ રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તે એ લોકોમાં સામેલ રહ્યાં હતાં જેમણે નાનકડા રાહુલને પહેલીવાર હાથમાં લીધો હતો. 

વાયનાડથી વાવથિલે જણાવ્યું કે, "હું ખુશનસીબ હતી કારણ કે નવજાત રાહુલને પોતાની ગોદમાં લેનારા લોકોમાં હું પહેલી હતી. હું તેમના જન્મની સાક્ષી રહી છું. હું ખુબ જ ઉત્સાહિત હતી. ઈન્દિરા ગાંધીના પૌત્રને જોઈને અમે બધા ખુબ જ ઉત્સાહિત હતાં."

49 વર્ષ બાદ આજે તે 'વ્હાલો બાળક' કોંગ્રેસ અધ્યક્ષ છે અને વાયનાડથી ચૂંટણી લડી રહ્યો છે. વાવથિલ હવે પોતાને એક 'ગૃહિણી' ગણાવે છે. તેમનું કહેવું છે કે તેમને આનાથી વધુ ખુશી મળી શકે નહતી. તેમને આજે પણ તે દિવસો બરાબર યાદ છે.  વાવથિલે તે દિવસો યાદ કર્યા હતાં કે કેવી રીતે સોનિયા ગાંધીને પ્રસુતિ માટે લઈ જવાઈ રહ્યાં હતાં અને ત્યારે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને કાકા સંજય ગાંધી હોસ્પિટલના પ્રસુતિ કક્ષની બહાર રાહ જોઈ રહ્યાં હતાં. આ ઘટના તે હંમેશા તેના પરિવારને જણાવે છે. 

જુઓ LIVE TV 

સેવાનિવૃત્ત નર્સે કહ્યું કે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવનારા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી તેમને દુ:ખ છે. વાવથિલના જણાવ્યાં મુજબ એક ભારતીય નાગરિક તરીકે રાહુલ ગાંધીની નાગરિકતા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં અને તેમની નાગરિકતા અંગે સ્વામીની ફરિયાદ 'નિરાધાર' છે. 

તેમણે જણાવ્યું કે ત્યાં હોસ્પિટલમાં રાહુલ ગાંધીના જન્મ અંગે તમામ રેકોર્ડ હાજર હશે. વાવથિલે દિલ્હીના હોલી ફેમિલી હોસ્પિટલથી નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય સેનામાં નર્સ તરીકે સામેલ થયા હતાં. વાવથિલે આશા વ્યક્ત કરી કે રાહુલ ગાંધી હવે જ્યારે વાયનાડ આવશે તો તેઓ તેમને મળી શકશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news