AP SSC 10th Results 2024: કહેવાય છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. પરીક્ષા ગમે તે હોય, જ્યાં સુધી તમે એમાં તમારી 100 ટકા મહેનત નહીં કરો ત્યાં સુધી તમને તમારી ઈચ્છા પ્રમાણે પરિણામ નહીં મળે. તમારું પરિણામ સીધું તમારા પ્રયત્નો સાથે સંબંધિત છે.  સારા પરિણામ માટે, સખત મહેનત, સમર્પણ તેમજ પ્રબળ ઈચ્છા શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. 15 વર્ષની અકુલા વેંકટ નાગા સાંઈ મનસ્વીની વાર્તા પણ આવી જ છે. મનસ્વીએ પોતાની મહેનત, દ્રઢ ઈચ્છા શક્તિ અને કંઈક કરી છૂટવાના સંકલ્પના કારણે આ સ્થાન હાંસલ કર્યું છે, જેની ચર્ચા આજે સર્વત્ર થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Gochar: 'ન્યાયના દેવ' શનિ 10 દિવસમાં બદલશે નક્ષત્ર, 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે!
Shani Vakri: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો


આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના રહેવાસી અકુલા વેંકટ નાગા સાંઈ મનસ્વીએ રાજ્યની 10મીની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેણે 600માંથી 599 માર્ક્સ મેળવીને એક ઈતિહાસ રચ્યો છે. સાથે જ કેટલાક લોકોમાં એ વાતની પણ ઉત્સુકતા છે કે કયા વિષયમાં તેનો એક નંબર કપાયો છે. પોતાની સફળતા પર સાઈ મનસ્વી કહે છે, 'મારા માતા-પિતા મારી સફળતાના હીરો, મારા ગુરુ, માર્ગદર્શક અને મિત્ર છે. આ બંનેના સહયોગના કારણે જ હું આ સ્તરની સફળતા હાંસલ કરી શકી છું.


દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
ABY: તમારા માતા પિતાને કંઈ થયું તો મફત સારવાર કરાવી શકશો, આ સરકારી યોજનાનો લાભ લો


સંઘર્ષના પાઠ પિતા પાસેથી શીખ્યા
આજે મનસ્વી સમગ્ર રાજ્યની છોકરીઓ માટે રોલ મોડેલ બની ગઈ છે. તેમનું સમર્પણ, ઈચ્છા શક્તિ અને સખત મહેનત દરેકને પ્રેરણા આપે છે. જો કે તેની સફળતામાં તેના માતા-પિતાનો પણ મહત્વનો ફાળો છે. એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા સાંઈ મનસ્વી સરકારી શાળાના શિક્ષકની પુત્રી છે. અને કદાચ, તેમને સંઘર્ષ કરવાની પ્રેરણા પિતા પાસેથી જ મળી હતી. વાસ્તવમાં, 1998માં જ DSC ભરતીની પરીક્ષા પાસ કરી હોવા છતાં કેટલાક કારણોસર તેમના પિતાને 25 વર્ષની લાંબી રાહ પછી નિમણૂક મળી. આ સમયગાળા દરમિયાન તેમના પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ સાઈ મનસ્વીના અભ્યાસ પર કોઈ અસર પડવા ન દીધી.


Narmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખી
શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ


આ રીતે અભ્યાસનું પ્લાનિંગ કર્યું..
સાઈ મનસ્વી કહે છે કે આ સફળતા મેળવવા માટે તેણે 12-12 કલાક અભ્યાસ કર્યો. જો કે તેને શરૂઆતથી જ પોતાનામાં વિશ્વાસ હતો. સાઈ મનસ્વીએ કહ્યું, 'હું આખું વર્ષ માત્ર અભ્યાસમાં જ વ્યસ્ત રહી. આ પરીક્ષાની તૈયારી કરતી વખતે મને મારી જાત પર પૂરો વિશ્વાસ હતો. જ્યારે હું ઘરે પાછો આવું ત્યારે મેં દરરોજ મારા શાળામાં ભણી હોય એ રીપિટ કરતી. જો જરૂરી હોય તો, બીજા દિવસે ફરીથી ના ખબર પડી હોય શિક્ષકોને પ્રશ્નો પૂછતી. મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા અને શિક્ષકોના મજબૂત સમર્થનને જાય છે. મારી આ સિદ્ધિ મારા માતા-પિતાને સમર્પિત છે. દરમિયાન, સાઈ મનસ્વીના પિતા નાગા વરપ્રસાદારાવે તેમની પુત્રીની સફળતા પર કહ્યું કે તેમને તેની સિદ્ધિ પર ખૂબ ગર્વ છે.


કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા


એસ.પી.એ પણ સફળતાને બિરદાવી
સાઈ મનસ્વીની સફળતા પર, એલુરુ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડી મેરી પ્રશાંતીએ તેણીને અને તેણીના માતા-પિતાને ઓફિસમાં બોલાવીને સન્માન કર્યું. પોલીસ વિભાગ તરફથી સાંઈ મનસ્વીને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. સાઈ મનસ્વીનું સન્માન કરતી વખતે એસપી મેરી પ્રસંતીએ કહ્યું કે આંધ્ર પ્રદેશની આ પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મેળવવું એ મોટી ઉપલબ્ધિ છે. સાંઈ મનસ્વીએ 10મા ધોરણનો અભ્યાસ જિલ્લાના નુઝવિદ શહેરમાં આવેલી નારાયણ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો હતો. આટલી મોટી સફળતા મેળવનાર સાઈ મનસ્વીનું લક્ષ્ય આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ કરવાનું છે. અને આ માટે તેણે સંપૂર્ણ સમર્પણ સાથે 12માનો અભ્યાસ શરૂ કરી દીધો છે.


સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!