રાજસ્થાન બાદ ગુજરાતમાં થશે જૌહર? જાણો હજારો ક્ષત્રાણિઓએ કેમ કર્યો હતો આત્મદાહ
Jauhar History: શું તમે જાણો કે ઇતિહાસમાં ઘણીવાર જૌહર થઇ ચૂક્યા છે. આજે અમે તમને ઇતિહાસના સૌથી મોટા જૌહર વિશે જણાવીશું જેમાં હજારો ક્ષત્રાણિઓએ એકસાથે આત્મદાહ કર્યું હતું.
What is Jauhar: હાલમાં ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને રાજપૂત સમાજમાં આક્રોશ વધતો જાય છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને માંફી માંગી ચૂક્યા છે પરંતુ રાજપૂત સમાજ માફ કરવા માટે તૈયાર નથી. પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. જો 48 કલાકમાં રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરશે. એટલું જ નહીં કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ અને કાર્યકરી અધ્યક્ષે પણ જૌહર કરવાની વાત કરી છે. પરંતુ શું તમે જાણો કે ઇતિહાસમાં ઘણીવાર જૌહર થઇ ચૂક્યા છે. આજે અમે તમને ઇતિહાસના સૌથી મોટા જૌહર વિશે જણાવીશું જેમાં હજારો ક્ષત્રાણિઓએ એકસાથે આત્મદાહ કર્યું હતું.
Oh My God!આટલું બધુ મોંઘુ થઇ ગયું સોનું, લગ્નની સિઝન પહેલાં વધાર્યું લોકોનું ટેન્શન
આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા
ઇતિહાસમાં જૌહરની ગાથાઓ ભરેલી પડી છે, આવું એક જ જૌહર થયું નથી આજથી લગભગ 720 વર્ષ પહેલાં. આ તે દૌર હતો જ્યારે દિલ્હીની સલ્તનત પર અલાઉદ્દીન ખિલજીનો કબજો હતો. એવું કહેવામાં આવે છે કે જ્યારે ખિલજીએ ચિત્તોગઢ કિલ્લા પર જીત પ્રાપ્ત કરી તો રાણી પદ્મિની હજારો ક્ષત્રાણિઓ સાથે જૌહર કુંડમાં છલાંગ લગાવીને આત્મદાહ કરી લીધું હતું. આજે પણ ચિત્તોડગઢ દુર્ગમાં તે જૌહર કુંડ છે.
ઇતિહાસકારોના અનુસાર ઇ.સ 1303 માં 26 ઓગસ્ટની તે તારીખ હતી જ્યારે રાણી પદ્મિનીએ હજારો ક્ષત્રાણિઓ સાથે જૌહરની આગને ગળે લગાવી હતી. મલિક મોહમંદ જાયસીએ 1540 માં પદ્માવતમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ઘણા અન્ય પુસ્તકોમાં પણ રાણી પદ્મિનીના તે જૌહરનો ઉલ્લેખ છે.
Mobile Users માટે સરકારનો મોટો નિર્ણય, 15 એપ્રિલથી બંધ થશે Call Forward Service
Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા
રાણી પદ્મિનીએ શા માટે કર્યું હતું જૌહર
રાણી પદ્મિનીનું મૂળ નામ પદ્માવતી હતું, તે સિંહલદ્વીપના રાજાની પુત્રી હતી. રાજા રતનસિંહ સિંહ સાથેના લગ્ન પછી તે ચિત્તોડગઢની રાણી બની. કહેવાય છે કે રાણી પદ્મિની ખૂબ જ સુંદર હતી, તેની સુંદરતાની વાતો સાંભળીને અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો જેથી તેને રાણી પદ્મિની મળી શકે. જો કે, આ હકીકત અંગે ઇતિહાસકારોમાં મતભેદો છે. ઈતિહાસકાર ડૉ. ગોપીનાથ શર્માના મતે ખિલજીના હુમલાનું મુખ્ય કારણ રાણી પદ્મિની નહીં પરંતુ ચિત્તોડગઢનો કિલ્લો હતો, કારણ કે આ કિલ્લો ખૂબ જ વ્યાવસાયિક મહત્વ ધરાવે છે. ગુજરાત, માલવા, મધ્યપ્રદેશ, સિંધ વગેરેના માર્ગો ચિત્તોડગઢથી જ નીકળતા હતા.
18 રૂપિયાવાળો શેર 324નો થયો, રોકાણકારોને એટલું રિટર્ન મળ્યું કે રૂપિયાના કોથળા ભરાયા
SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો
જ્યારે ખિલજીએ ચિત્તોડગઢ પર કરી ચઢાઇ
કાકા જલાલુદ્દીન ખિલજીની હત્યા બાદ અલાઉદ્દીન ખીલજીએ દિલ્હીની સલ્તનત પર કબજો કર્યો. જો કે, તેમનું શાસન પડકારોથી ભરેલું હતું, કારણ કે હિન્દુ અને રાજપૂત શાસકો સતત બળવો કરતા હતા. આવી સ્થિતિમાં રાજપૂત શાસકોને દબાવવા માટે ખિલજી ચિત્તોડગઢ તરફ વળ્યા. કેટલાક ઈતિહાસકારો માને છે કે ખિલજીએ માત્ર રાણી પદ્મિની માટે ચિત્તોડગઢ પર હુમલો કર્યો હતો, પરંતુ કેટલાક ઈતિહાસકારો આ વાતનો વિરોધ કરે છે.
એપ્રિલમાં લાગશે ચોર પંચક, જાણો 5 દિવસ કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે વિશેષ ધ્યાન?
Jobs: દર મહિને જોઇએ છે 1.49 લાખ પગાર, ભારત સરકારના આ બોર્ડમાં બનો ગ્રેડ A ના ઓફિસર
મજબૂત હતો ચિત્તોડગઢનો કિલ્લો
અલાઉદ્દીન ખિલજી પાસે વિશાળ સેના હતી. જ્યારે તેમણે દિલ્હી છોડ્યું ત્યારે તેમને પણ કલ્પના નહોતી કે તેમને ચિત્તોડગઢમાં આટલા સંઘર્ષનો સામનો કરવો પડશે. ખિલજીની સેના ઇચ્છે તો પણ કિલ્લામાં પ્રવેશી શકતી ન હતી. એવામાં સેનાએ કિલ્લાની બહાર પડાવ નાખ્યો અને હિલચાલનો રસ્તો રોકી દીધો. તે છ મહિના સુધી અહીં સતત પડાવ રહ્યો. આ સમયગાળા દરમિયાન ન તો બહારથી ખાવા-પીવાની વસ્તુઓ આવી શકી કે ન તો કોઈ બહાર જઈ શકે.
કોણ છે ક્રિસ્ટલ કૌલ, જે કોંગ્રેસ માટે US થી લડી રહી છે ચૂંટણી, કાશ્મીર સાથે છે નાતો
પરસેવાની ગંધથી પરેશાન છો? પરસેવાની દુર્ગંધને રોકવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય
જ્યારે રાજા રતનસિંહે કર્યું યુદ્ધનું એલાન
સમય પસાર થઇ રહ્યો હતો, કિલ્લાની અંદર સામાન ખૂટી રહ્યો હતો. એવામાં પ્રજાની રક્ષા માટે રાજા રતન સિંહે યુદ્ધની જાહેરાત કરી દીધી. ભીષણ યુદ્ધ થયું. રાજા રતન સિંહે બહાદુરી સાથે ખિલજીનો મુકાબલો કર્યો, પરંતુ તેની ભારે ભરખમ સેના આગળ રાજપૂત ટકી શક્યા નહી. ઇતિહાસકારોના અનુસાર ખિલજી કિલ્લામાં દાખલ થાય તે પહેલાં જ રાણી પદ્મિનીએ હજારો ક્ષત્રાણિઓ સાથે જૌહર કરી લીધું હતું.