Chor Panchak April 2024: એપ્રિલમાં લાગશે ચોર પંચક, જાણો 5 દિવસ કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે વિશેષ ધ્યાન?

April Panchak 2024: જલદી જ પંચક શરૂ થવાના છે. આ વખતે એપ્રિલમાં લાગી રહેલા પંચક ચોર પંચક છે. ચોર પંચક દરમિયાન કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. 
 

Chor Panchak April 2024: એપ્રિલમાં લાગશે ચોર પંચક, જાણો 5 દિવસ કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે વિશેષ ધ્યાન?

Panchak April 2024: પંચક એટલે કે મહિનાના 5 અશુભ દિવસ જેમાં કેટલાક કામ વર્જિત થાય છે. સાથે જ પંચકમાં શુભ-માંગલિક કરવાની મનાઇ હોય છે, નહીંતર તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે એટલે કે તે કામોમાં સફળતા મળતી નથી. એપ્રિલમાં પંચકોની શરૂઆત 5 એપ્રિલથી થઇ રહી છે અને આ પંચક ચોર પંચક હશે. પંચક 5 પ્રકારના હોય છે- અગ્નિ પંચક, ચોર પંચક, મૃત્યું પંચક, રાજ પંચક અને રોગ પંચક. તેમાંથી કેટલાક પંચક ખૂબ અશુભ ગણવામાં આવે છે, જેમાં ચોર પંચક પણ સામેલ છે. ચોર પંચકમાં કરવામાં આવેલા કામ વ્યક્તિને જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આપે છે અને નુકસાન કરાવે છે. એટલા માટે આ 5 દિવસ દરમિયાન કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. 

એપ્રિલ 2024 માં પંચક ક્યારથી ક્યાં સુધી છે? 
એપ્રિલમાં ચોર પંચક 5 એપ્રિલ 2024 શુક્રવારે સવારે 07:12 થી શરૂ થઇ રહ્યા છે. તો બીજી તરફ 9 એપ્રિલ 2024 ના રોજ સવારે 07:32 પર પંચક સમાપ્ત થશે. આ વખતે પંચક પણ વિચિત્ર સંયોગ બની રહ્યો છે. પંચકની શરૂઆતના દિવસ પાપમોચિની એકાદશી વ્રત આવે છે અને ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સવારે પંચક સમાપ્ત થશે. તેથી પંચકોના કારણે ઘટસ્થાપના અને પૂજા પર પડશે. 

પંચક દરમિયાન સૂર્યગ્રહણ
એટલું જ નહીં એપ્રિલ મહિનાના પંચક દરમિયાન સૂર્યગ્રહણ પણ થાય છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8મી એપ્રિલે થઈ રહ્યું છે અને તે પંચક કાળનો ચોથો દિવસ હશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું ન હોવાથી ભારત પર તેની ખાસ અસર નહીં થાય.

ચોર પંચકામાં કરશો નહી આ કામ

- પંચક કાળમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી દુર્ઘટના અને નુકશાન થવાની સંભાવના રહે છે. જો મુસાફરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો ઘરેથી નીકળતી વખતે, થોડા ડગલાં આગળ વધો અને પછી ફરી મુસાફરી શરૂ કરો.

- ચોર પંચક દરમિયાન નવો વેપાર અથવા નવા કામ શરૂ ન કરો. ના તો કોઇ મોટી ડીલ ફાઇનલ કરો. પંચક કાળમાં નવી નોકરીની શરૂઆત કરવાનું ટાળો. 

- ચોર પંચક દરમિયાન પૈસાની લેવડ દેવડ કરવાનું ટાળો. નહીંતર તેનાથી હાનિના યોગ બને છે. 

- ચોર પંચક દરમિયાન ન તો ઉછીનું આપવું કે ન ઉધાર લેવું. આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલી લોન દેવાના બોજમાં વધારો કરે છે, જ્યારે ઉછીના લીધેલા નાણાં ગુમાવવાની સંભાવના વધારે છે.

- ચોર પંચક દરમિયાન રોકાણ ન કરવું. જેના કારણે ધન હાનિ થાય છે. નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

- પંચક કાળમાં ઘરનું બાંધકામ શરૂ કરવું, ઘરમાં પ્રવેશ કરવો, લાકડાની વસ્તુઓ ખરીદવી, નવો પલંગ ખરીદવો, ઘરની છત બનાવવી, લગ્ન સમારંભ વગેરે પણ પ્રતિબંધિત છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news