અલીગઢ : ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો અને સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ તે સમયે ચોંકી ઉઠ્યા જ્યારે એક દરોડામાં કચોરી વેચનારા એક વ્યક્તિને ત્યાં પાડેલા દરોડામાં કરોડો રૂપિયા મળી આવ્યા. અલીગઢ શહેર ખાતેની સીમા ટોકીઝ ચાર રસ્તા પર એક દુકાનદાર મુકેશ છેલ્લા 10 વર્ષથી કચોરી તથા સમોસા વેચે છે. તે મુદ્દે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરો લખનઉને ફરિયાદ મળી. ત્યાર બાદ મુદ્દો લખનઉથી અલીગઢ પહોંચ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !
માહિતી મળ્ટા બાદ અલીગઢ સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટે 21 જુને એસઆિબીનાં અધિકારીઓ સાથે મળીને દરોડો પાડ્યો. કાર્યવાહી ચાલુ થઇ તો મુકેશે પોતે જ દર મહિને લાખો રૂપિયાનું ટર્ન ઓવર થતું હોવાની વાત સ્વિકારી. મુકેશે ગ્રાહકોની સંખ્યા, કાચો માલ ખરીદવા અને સંબંધિત તમામ લોકોને માહિતી આપી છે. 


આંધ્રપ્રદેશ: નાયડુની સત્તા બાદ તેમના બંગ્લાને પણ ધ્વસ્ત કરશે જગન મોહન રેડ્ડી
NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
એજ્સીઓને તપાસમાં જાણવા મળ્યું કે, તેનું ટર્નઓવર 60 લાખથી વધારે છે, જે કરોડ રૂપિયાની પાર પણ પહોંચી શકે છે. વધારે ટર્ન ઓવર હોવા છતા દુકાનદાર મુકેશે જીએસટી હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું. આ જ કારણે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોએ મુકેશને નોટિસ ફટકારી છે. તપાસ અધિકારીઓનાં અનુસાર પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે, કચોરી વેચમાનર મુકેશનું 60 લાખ રૂપિયાનું ટર્ન ઓવર છે. જો કે વિસ્તૃત તપાસ થશે તો તે 1 કરોડ સુધી પહોંચી શકે છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે દુકાનદારે જીએસટી રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી, જ્યારે વાર્ષિક 40 લાખથી વધારેનું ટર્ન ઓવર કરનારાઓને જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 


ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
બીજી તરફ આ મુદ્દે અલીગઢ રેંજ એસઆઇબીનાં ડેપ્યુટી કમિશ્નર આરપીએસ કૌતેયે જણાવ્યું કે, ફરિયાદનાં આધારે કચોરીવાળાનું વાર્ષિક ટર્નઓવર 60 લાખથી વધારેનું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ દુકાનદાર મુકેશને નોટિસ ફટકારવામાં આવી છે. આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.