NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર

કેન્દ્રીય મંત્રીમંડળે દેશ અને વિદેશમાં આતંકવાદી મુદ્દાની તપાસમાં એનઆઇએને વદારે મજબુત બનાવવા માટે બે કાયદાઓને સંશોધિત કરવાનાં પ્રસ્તાવને મંજુરી આપી છે

NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે દેશ અને વિદેશમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ કરતી સંસ્થા NIA ને વધારે મજબુત કરવા માટે બે નવા સંશોધિક કાયદાઓને મંજુરી આપી છે. સુત્રોએ સોમવારે આ અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કાયદો અને બિનકાયદેસર ગતિવિધિ કાયદાને સંશોધિત કરવા માટે આગામી દિવસોમાં સંસદમાં અલગ અલગ વિધેયક લાવવામાં આવશે. 

ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
પ્રસ્તાવ અંગે માહિતગાર સુત્રોએ જણાવ્યું કે સંશોધનથી એનઆઇએ સાઇબર ગુના અને માનવ તસ્કરી મુદ્દે તપાસ કરી શકશે. યુએપીએની યાદી ચારમાં સંશોધનથી એનઆઇએ આતંકવાદ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોને આતંકવાદી જાહેર કરી શકશે. હાલ માત્ર સંગઠનોને જ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે છે. 

VIDEO ઝારખંડ: ટોળાએ યુવકને કલાકો સુધી ગડદાપાટુ માર મરાતા મોત, SHO-ઓપી પ્રભારી સસ્પેન્ડ
મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ 2009માં એનઆઇએની સ્થાપના કરવામાં આવી હતી. હુમલામાં 166 લોકોનાં મોત થઇ ગયા હતા. સુત્રોએ કહ્યું કે, 2017 બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય નવા પડકારોની તુલના એનઆઇએને વધારે શક્તિશાળી બનાવવા માટે બે કાયદાઓ પર વિચારણા ચાલી રહી છે. 

મગજનો તાવ: સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ ફરિયાદ, CJM કોર્ટે આપ્યાં તપાસના આદેશ
વિદેશમાં રહેતા ભારતીયોને પ્રોક્સી વોટિંગની સુવિધા આપવા અંગેનું વિધેયક રજુ કરવાનો પ્રસ્તાવમે સોમવારે લાવી શકાય નહી. આ પ્રકારનું એક વિધેયક ગત્ત મહિને 16મી લોકસભાનો ભંગ થયા બાદ આપોઆપ પ્રથા અનુસાર નિરસ્ત થઇ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news