અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !
Trending Photos
નવી દિલ્હી : લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા હતા. અધીર રંજન ચૌધીરીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, એનડીએ સરકારને પોતાની પ્રશંસા સાંભળવાનો નશો છો અને તેઓ પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિઓને સ્વિકારવા નથી માંગતી. બીજી તરફ ચૌધરીએ કેન્દ્ર સરકાર પાસે એક અનોખીમાંગ કરતા કહ્યું કે, વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન (abhinandan varthaman) ને પુરસ્કાર મળવું જોઇએ અને તેમની મુછોને રાષ્ટ્રીય મુછ જાહેર કરવામાં આવવી જોઇએ.
NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં સવાલ કર્યો કે જો યુપીએ સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર થયો હતો કે અત્યાર સુધી 2જી અને કોલસા ગોટાળામાં કેટલા લોકો પકડાયા. તેમણે મોદી સરકાર આ ગોટાળામાં કોઇની ધરપકડ કરી શકી છે. ચૌધરીએ કહ્યું કે, મોદી સરકાર કોંગ્રેસનાં નેતાઓને ચોર ગણાવીને સત્તા પર બેઠી પરંતુ કોંગ્રેસનાં નેતા હજી પણ સંસદમાં બેઠેલા છે. તેમણે સવાલ કરતા કહ્યું કે તમારી સરકારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કેમ હજી સુધી જેલમાં નથી નાખ્યા.
ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે બોલી રહેલા ચૌધરીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ખુબ જ મોટા સેલ્સમેન છે અને આ ચૂંટણીમાં તેમણે પોતાનાં ઉત્પાદનને સારી રીતે વેચ્યું. બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉત્પાદનને વેચવામાં નિષ્ફળ રહી અને અમે તે વાતનો સ્વિકાર કરીએ છીએ. આ સાથે જ તેમણે પ્રતાપ સારંગી દ્વારા વડાપ્રધાન મોદીને સ્વામી વિવેકાનંદની ઉપમા આપવા અંગે પણ વિરોધ વ્યક્ત કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે