નવી દિલ્હી : આમ આદમી પાર્ટીનાં નેતા અલકા લાંબાએ લોકસભા ચૂંટણી 2019થી પહેલા પાર્ટીનો સાથ છોડીને શુક્રવારે ફરીથી કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યા. લાંબા સમયથી પોતાની પાર્ટીથી અલગ-થલગ છે. લાંબાઆ અંગે એક ટ્વીટ પણ કર્યું. બીજી કોંગ્રેસની તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે જો લાંબા લોંગ્રેસમાં ફરીથી પરત આવવા માંગે છે તો તેમનું સ્વાગત છે. 
મોદી 2019ની ચૂંટણી જીતશે તો ભવિષ્યમાં કોઇ ચૂંટણી થાય તેની ગેરેન્ટી નહી: ગહલોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ-શિવસેના ગઠબંધન મજબુત અને અભેદ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ

આ અગાઉ લાંબાએ ફરીથી કોંગ્રેસ જોઇન કરવાનાં સવાલ અંગે કહ્યું કે, તેઓ ઇચ્છતા હોય તો પરંતુ હાલ તેમને કોંગ્રેસની તરફથી કોઇ પ્રસ્તાવ નથી મળ્યો. લાંબાએ કહ્યું કે, મે અત્યાર સુધી કોંગ્રેસ તરફથી કોઇ જ પ્રસ્તાવ પ્રાપ્ત થયો નથી. મે પોતાના રાજનીતિક જીવનમાં 25 વર્ષોમાંથી 20 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દિલ્હીમાં ટક્કર હતી તો ભાજપને 15 વર્ષ સુધી સત્તાથી દુર રાખી. લોકો ફરી એકવાર ભાજપને હરાવવા માટેના વિકલ્પો શોધી રહ્યા છે.