Covid-19: કોરોનાના કુલ મામલામાં 60% તો માત્ર આ 5 શહેરોથી, જાણો સંપૂર્ણ માહિતી
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ મામલા સવા લાખને પાર પહોંચી ગયા છે. તેમાંથી 51,784 હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે અને 3720 દર્દીઓના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં 80 ટકાથી વધુ તો માત્ર 5 રાજ્યો- મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીથી છે.
નવી દિલ્હીઃ દેશના 5 મુખ્ય શહેરો (5 cities have more than 60 percent cases) પર કોરોનાનો માર સૌથી વધુ પડ્યો છે. સ્થિતિ એ છે કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણ (corona virus)ના જેટલા મામલાની પુષ્ટિ થઈ છે, તેમાંથી અડધાથી વધુ (60 ટકા) આ 5 શહેરોમાં છે. આ શહેર છે- દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ અને ઠાણે.
મુંબઈમાં જ દેશના 20 ટકાથી વધુ કેસ
કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્રમાં કુલ કેસ 44,582 થઈ ગયા છે. તેમાંથી 27,251 તો માત્ર મુંબઈમાં છે એટલે કે પ્રદેશના 60 ટકાથી વધુ કેસ. એટલું જ નહીં, દેશમાં કોરોનાના કુલ મામલામાંથી 21.8 ટકા કેસ માત્ર મુંબઈમાં છે. તેનો મતલબ છે કે દેશનો દરેક પાંચમો સંક્રમિત આ શહેરથી છે. મુંબઈમાં અત્યાર સુધી 5769 દર્દી સાજા થયા છે, જ્યારે 909 મૃત્યુ થયા છે.
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1.25 લાખને પાર, અત્યાર સુધી 3720 મૃત્યુ
દિલ્હીમાં 12 હજારથી વધુ કેસ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેર યથાવત છે. અહીં કુલ મામલા 12319 થઈ ગયા છે. એટલે કે દેશના કુલ મામલાના આશરે 10 ટકા માત્ર દિલ્હીથી છે. અહીં 5897 સંક્રમિતો સારવાર બાદ સાજા થઈ ગયા છે જ્યારે 208 દર્દીના મૃત્યુ થયા છે.
ચેન્નઈની પણ સ્થિતિ ખરાબ
મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ દેશનું બીજી સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. અહીં કુલ 14573 છે. તેમાંથી મોટાભાગના રાજધાની ચેન્નઈના છે જ્યાં અત્યાર સુધી 9370 મામલાની પુષ્ટિ થઈ ચુકી છે. ચેન્નઈમાં કોરોનાથી અત્યાર સુધી 70 લોકોએ જીવ ગુમાવ્યા છે.
COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ
અમદાવાદમાં પણ 10 હજારની નજીક કેસ
કોરોનાથી ત્રીજું સૌથી પ્રભાવિત રાજ્ય ગુજરાતમાં મોટા ભાગના કેસ અમદાવાદથી છે. ગુજરાતમાં કુલ મામલા 13268 છે. તેમાંથી 9724 તો માત્ર અમદાવાદમાં છે. શહેરમાં અત્યાર સુધી 3658 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે મૃત્યુઆંકની સંખ્યા 800ને પાર છે. અમદાવાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 5421 છે.
ઠાણેમાં કોરોનાનો કેર વધુ
મહારાષ્ટ્રમાં મુંબઈની તો સ્થિતિ ખરાબ છે, ઠાણે અને પુણે પર પણ કોરોનાનો કેર તૂટી રહ્યો છે. ઠાણેમાં અત્યાર સુધી 5717 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 86 મૃત્યુ થયા છે. 1172 દર્દી સારવાર બાદ ઠીક થયા છે જ્યારે 4461ની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર