નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે વીડિયો કોંફંસિંગ (video conferencing) દ્રારા ધ ઇન્ડિયા ટોય ફેર 2021 (The India Toy Fair 2021) નું ઉદઘાટન કર્યું છે. દેસી રમકડાંને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ વર્ચુઅલ મેળો 4 દિવસ સુધી ચાલશે. પીએમ મોદીનું કહેવું છે કે આ ટોય ફેર ફ્ક્ત એક વેપારિક અથવા આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની સદીઓ જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની એક કડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ (PM) મોદીએ કહ્યુંક એ 'તમારા બધા સાથે વાત્ક અરીને ખબર પડી કે આપણા દેશના રમકડાં ઉદ્યોગમાં કેટલી તાકાત છુપાયેલી છે. આ તાકાતને વધારવી, તેની ઓળખને વધારવી આત્મનિર્ભર ભારત અભિયાનનો એક મોટો ભાગ છે.  

Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો


'ધર્મગ્રંથોમાં અલગ-અલગ રમકડાંનું વર્ણન'
ધ ઇન્ડિયા ટોય ફેર 2021 (The India Toy Fair 2021) ના આયોજન કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું ''આજે જે ચેસ દુનિયામાં આટલી લોકપ્રિય છે, તે પહેલાં 'ચતુરંગ અથવા ચાદુરંગા'ના રૂપમાં ભારતમાં રમાતી હતી. આધુનિક લૂદો ત્યારે 'પચ્ચીસી'ના રૂપમાં રમાય છે. આપણા ધર્મગ્રંથોમાં પણ બાલ રામ માટે અલગ-અલગ કેટલા રમકડાંનું વર્ણન મળે છે. મોટાભાગે ભારતીય રમકડાં પ્રાકૃતિક અને ઇકો ફ્રેંડલી વસ્તુઓમાંથી બને છે, તેમાં ઉપયોગ થનાર રંગ પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે. 

PM Modi ને ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મળશે International Award


પીએમ મોદી (PM Modi) એ પોતાના સંબોધનમાં ગુરૂદેવ રવીન્દ્ર નાથ ટાગોરની એક કવિતાની પંક્તિઓ પુનરાવર્તિત કરી. તેમણે કહ્યું 'એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયામાં લઇ જાય છે. રમકડાંનો એક-એક રંગ બાળકોના જીવનમાં કેટલો રંગ પાથરે છે.'


ઓગસ્ટ 2020માં મનની વાત કાર્યક્રમમાં પીએમ મોદીએ રમકડાંનો કર્યો હતો ઉલ્લેખ
પ્રધાનમંત્રી (PM) એ ઓગસ્ટ, 2020માં તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જણાવ્યું હતું કે, રમકડાંથી માનસિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સાથે બાળકોનાં સ્વપ્નોને પાંખો પણ મળે છે. બાળકોના મગજના વિકાસમાં રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મનોવૈજ્ઞાનિક ગતિવિધિઓને તથા જ્ઞાનની કુશળતાને વધારવામાં બાળકોની મદદ કરે છે. બાળકોના સમગ્ર વિકાસમાં રમકડાંના મહત્વની ચર્ચા કરતાં પ્રધાનમંત્રી પહેલાં પણ રમકડાંના ઉત્પાદનને વધારવા પર ભાર મુક્યો છે.

Petrol, Diesel Prices Today, February 27, 2021: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ 


ભારત ટોય ફેર 2021 (The India Toy Fair 2021) નું આયોજન પ્રધાનમંત્રીના આ વિઝન અનુરૂપ કરવામાં આવી રહ્યું છે. આ મેળાનો ઉદ્દેશ્ય  તમામ પક્ષોને એકમંચ પર લાવવાનો છે, જેમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિક્રેતાઓ, ગ્રાહકો, શિક્ષકો, ડિઝાઇનરો વગેરે ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે કાયમી જોડાણ સ્થાપિત કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube