પ્રયાગરાજ : અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે OBC ની 17 જાતીઓનો SC માં સમાવેશ કરવાનાં રાજ્ય સરકારનાં નિર્ણય પર હાલ પુરતો સ્ટે મુકી દીધો છે. આ મુદ્દે હાઇકોર્ટે સમાજકલ્યાણ વિભાગનાં પ્રમુખ સચિવ મનોજ કુમાર સિંહને વ્યક્તિગત હલફનામુ દાખલ કરવા આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગ ઉત્તરપ્રદેશની યોગી સરકારે 24 જુને શાસનાદેશ બહાર પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારની જાહેરાત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP 125-125 સીટો પર ચૂંટણી લડશે
સરકારનાં આદેશ બાદ સામાજિક કાર્યકર ગોરખ પ્રસાદે હાઇકોર્ટમાં પુન: વિચાર અરજી દાખલ કરી હતી. આ મુદ્દે જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રાની ડિવિઝનલ બેંચ સુનાવણી કરી રહી છે. કોર્ટે અંશત રીતે ટકોર કરી કે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલો આ નિર્ણય અયોગ્ય છે. 


ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક
ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?'
કોર્ટે યોગી સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, સરકાર પાસે એવો કોઇ અધિકાર નથી. જેના હેઠળ તે આ પ્રકારના બંધારણીય સુધારાઓ કરી શકે. જો કોઇ આ બંધારણીય બાબતોમાં સુધારા કરવા માંગતું હોય તો તે માત્ર સંસદ કરી શકે છે. સંસદમાં જરૂરી પ્રક્રિયાઓનાં પાલન બાદ જ અનુસુચિત જાતી અને જનજાતી કેટેગરીમાં કોઇ પણ પરિવર્તન કરી શકાય છે. પરંતુ રાજ્ય સરકાર પાસે આવા પરિવર્તન અંગે કોઇ જ અધિકાર નથી. રાજ્ય સરકાર આ પ્રકારે અધ્યાદેશ લાવીને આવા પરિવર્તન કરી શકે નહી.