ટાળી શકાય છે યુપી વિધાનસભાની ચૂંટણી, અલ્હાબાદ હાઈકોર્ટે પીએમ મોદીને કરી વિનંતી
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે પીએમ મોદી અને ચૂંટણી પંચને યુપી વિધાનસભા ચૂંટણી ટાળવાની વિનંતી કરી છે.
પ્રયાગરાજ: કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા સંકટને ધ્યાનમાં રાખીને અલ્હાબાદ હાઈકોર્ટે પીએમ મોદી અને ચૂંટણી પંચને યુપી વિધાનસભાની ચૂંટણી ટાળવા વિનંતી કરી છે. કોર્ટે રાજ્યમાં ચૂંટણી રેલીઓ અને સભાઓને રોકવા માટે કડક પગલાં લેવા પણ કહ્યું છે.
ઓમિક્રોન પર અલ્હાબાદ હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા પ્રભાવને જોતા હાઈકોર્ટે ચૂંટણી સભાઓ અને રેલીઓમાં થતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી છે. લોકોને સંક્રમિત અને ત્રીજી વેવથી બચાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી રેલીઓમાં ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ મૂકવાની પણ વિનંતી કરી છે.
ઓમિક્રોનથી ભારતમાં ફરી લાગ્યા પ્રતિબંધો, આ રાજ્યમાં નાઈટ કર્ફ્યુ સાથે જાહેર કરી ગાઈડલાઈન
'જાન હૈ તો જહાન હૈ'
પ્રધાનમંત્રીને વિનંતી કરતાં હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે તેમણે પક્ષોની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ. પ્રધાનમંત્રીએ ચૂંટણી મોકૂફ રાખવાનો પણ વિચાર કરવો જોઈએ, કારણ કે 'જાન હૈ તો જહાન હૈ'.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube