અમરસિંહનું સિંગાપુરની હોસ્પિટલમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહનું નિધન થઈ ગયું છે.
નવી દિલ્હીઃ પૂર્વ સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહનું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમની સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવારે બપોરે તેમનું નિધન થયું છે.
અમરસિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં આવ્યા હતા. તેમની સક્રિયતા સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા બાદ ઓછી થઈ ગઈ હતી. પરંતુ બીમાર થતાં પહેલા તેઓ ભાજપની નજીક આવી રહ્યાં હતા. તેમના રાજકીય કરિયરની શરૂઆત 1996મા રાજ્યસભાના સાંસદ બન્યાની સાથે થઈ હતી.
અમિતાભ બચ્ચનના નજીકના દોસ્તોમાં હતા અમર સિંહ
આ પહેલા તેઓ 2002 અને 2008મા પણ રાજ્યસભા માટે ચૂંટાયા હતા. એસપી નેતા મુલાયમ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહને નજીકનો સંબંધ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમના સંબંધોમાં તિરાડ જરૂર પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમર સિંહે એક વીડિયો જારી કરીને અમિતાભ બચ્ચનની માફી માગી હતી.
સમાજવાદી પાર્ટીમાંથી દૂર થતાં ગયા અમર
એક સમયે મુલાયમ સિંહ યાદવના ખાસ કહેવાતા અમર સિંહ 2017ની પહેલા જ સાઇડલાઇન થવા લાગ્યા હતા. સમાજવાદી પાર્ટીમાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવના ઝડગામાં અખિલેશે અમર સિંહને વિલન માન્યા હતા. ઘણીવાર તો અખિલેશે જાહેરમાં તેમની આલોચના કરી હતી. બાદમાં અમર સિંહ ભાજપના કાર્યક્રમોમાં જોવા મળતા હતા. તેમણે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોને પોતાની સંપત્તિ દાન કરવાની પણ જાહેરાત કરી હતી.
સમાજવાદી પાર્ટીના કદ્દાવર નેતા રહેલા અમર સિંહનો માર્ચ મહિનામાં એક વીડિયો ચર્ચામાં રહ્યો હતો. જેમાં તેમણે પોતાના મોતની અફવાઓ પર વિરામ લગાવતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સ્વસ્થ છે અને બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમણે પોતાના પહેલાના અનુભવો શેર કરતા કહ્યું હતું કે, તેમની તબીયત પહેલાં પણ ખરાબ થઈ હતી પરંતુ દર વખતે મોતને માત આપીને પરત આવી ગયા.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube