રાષ્ટ્રગીત પર આંબેડકરના પૌત્રનું વિવાદિત નિવેદન, કહ્યું-‘વંદે માતરમ ગાનારા દેશ વિરોધી છે’
પ્રકાશ આંબેડકરે કહ્યું કે, જન ગણ મન રાષ્ટ્રગાન છે ના કે વંદે માતરમ. જે સત્તાવાર રાષ્ટ્રગાન છે તો અમારે અન્ય કોઇ ગીતની જરૂરીયાત કેમ છે.
નવી દિલ્હી: ભારતીય બંધારણના નિર્માતા ડૉ.બી.આર આંબેડકરના પૌત્ર અને ભારિપા બહુજન મહાસંઘ (BBM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઇને મોટું નિદેવન આપ્યું છે.
રાષ્ટ્રગાન છે તો રાષ્ટ્રગીતની શું જરૂરીયાત
પ્રકાશ આંબેડકરે કહ્યું કે તેઓ વંદે માતરમ ગાશે નહીં. તેમણે સવાલ કર્યો કે જો હું ‘જન ગણ મન’ ગાઇશ તો ભારત વિરોધી થઇ જઇશ અને વંદે માતરમ ગાવવાથી શું હું સાચો ભારતીય બની જઇશ? મંગળવાર (23 ઓક્ટોબર)ના એક કાર્યક્રમને સંબોધિત કરતા આંબેડકરે કહ્યું કે જ્યારે દેશમાં પહેલાથી જ રાષ્ટ્રગાન છે તો દેશને રાષ્ટ્રીય ગીત એટલે કે વંદે માતરમની શું જરૂરીયાત છે.
વાંચવા માટે ક્લિક કરો: આખરે નાગેશ્વર રાવને કેમ બનાવવામાં આવ્યા CBIના વચગાળાના ડાયરેક્ટર?
વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે, જન ગણ મન રાષ્ટ્રગાન છે ના કે વંદે માતરમ. જે સત્તાવાર રાષ્ટ્રગાન છે તો અમારે અન્ય કોઇ ગીતની જરૂરીયાત કેમ છે.
રાષ્ટ્રગાન ગાતા લોકો રાષ્ટ્રવાદી!
પ્રકાશ આંબેડકરે કહ્યું કે રાષ્ટ્રગાન ગાતા લોકો રાષ્ટ્રવાદી કહેવાય છે, પરંતુ જો કોઇ વંદે માતરમ નથી ગાતું તો તે ગદ્દાર કેવી રીતે હોઇ શકે છે. તેમણે પુછ્યુ કે વંદે માતરમ નહીં ગાનારાને દેશ વિરોધી પ્રમાણ પત્ર આપનાર કોણ શખ્સ છે? ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે આ પ્રકારના સર્ટિફિકેટ્સ (નેશનલ-એન્ટી નેશનલ) આપનાર કોણ છો. હું તે લોકો પર એન્ટી-ઇન્ડિયા હોવાનો આરોપ લગાવું છું જે લોકો વંદે માતરમ ગીત ગાય છે.