નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ (Anurag Srivastava) એ કહ્યુ કે, અમે કૃષિ કાયદા પર અમેરિકી વિદેશ મંત્રાલયના ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં એવી ટિપ્પણી કરવી મહત્વપૂર્ણ છે, જેમાં કૃષિ કાયદા બન્યા છે, તે સંપૂર્ણતામાં છે. અમેરિકી વિદેશ વિભાગે ભારત દ્વારા કૃષિ સુધારાની દિશામાં ઉઠાવેલા પગલાનો સ્વીકાર કર્યો છે. કિસાનોના કોઈપણ સમુદાયના વિરોધને પણ ભારતના લોકતાંત્રિક સ્વભાગ, વિનમ્રતા અને સરકાર તથા કિસાન સમૂહોના પ્રયાસોનો સંદર્ભમાં જોવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ્યાનમાં રહે કે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જેમાં દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધે. તે સ્વીકાર કરતા કે કૃષિ કાયદા (Farm Laws) પર શાંતિપૂર્ણ વિરોધ એક સંપન્ન લોકતંત્રનો નજારો છે, અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જે ભારતના બજારોની દક્ષતામાં સુધાર કરશે અને ખાનગી ક્ષેત્રને વધુ રોકાણ માટે આકર્ષિત કરશે. નવી બાઈડેન (Joe Biden) સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે ભારત સરકારના પગલાનું સમર્થન કરે છે, જે કિસાનો માટે ખાનગી રોકાણ અને વધુ બજાર સુધી પહોંચવાને આકર્ષિત કરે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube