નવી દિલ્હી: ગત થોડા દિવસો પહેલાં એક જાહેર સભામાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે કહ્યું કે કોઇ પાર્ટીના અધ્યક્ષ કેવા હોય, તેના વિશે અમિત શાહ પાસેથી શિખામણ લેવી જોઇએ. સંભવત તેમણે આ વાત એટલા માટે કહી કારણ કે અધ્યક્ષની દ્વષ્ટિએ અમિત શાહના દૌરમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે પોતાના સ્વર્ણિમ દૌરમાં પ્રવેશ કરી ચૂકી છે. આમ એટલા માટે કારણ કે પાર્ટીની કેંદ્ર ઉપરાંત પોતાના દમ અથવા સહયોગીઓના જોરે 21 રાજ્યોમાં સરકારો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની તુલના જો કોંગ્રેસના સ્વર્ણિમ દૌર સાથે કરવામાં આવે તો એક જમાનામાં કોંગ્રેસની વધુમાં વધુ 18 રાજ્યોમાં સરકારો હતી. ભાજપે તેનો રેકોર્ડ તોડતાં તેનાથી વધુ રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે. એનડીએ શાસિત 21 રાજ્યોમાં છ એવા પ્રદેશ છે જ્યાં પહેલીવાર ભાજપ સત્તામાં આવી છે. હાલ લોકસભા અને રાજ્યસભામાં પાર્ટીના સૌથી વધુ સભ્ય છે.

ફેક ન્યૂઝ મામલે અમિત શાહે કરેલી ટિપ્પણીનો વીડિયો થઈ રહ્યો છે જોરદાર વાઈરલ


નિશ્વિતપણે દક્ષિણપંથના રાજકારણને કેંદ્રીય વિમર્શમાં સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદી બાદ આ દૌરમાં સૌથી વધુ શ્રેય અમિત શાહને આપવામાં આવે છે. ભાજપને ભારતીય રાજકારણની સર્વપ્રમુખ રાજકીય શક્તિ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પાર્ટી અમિત શાહનો 22 ઓક્ટોબરે જન્મદિવસ છે.

કોંગ્રેસનાં જમાનામાં જવાનો શહીદ થતા હતા, હવે સર્જીકલ સ્ટ્રાઇક કરે છે: શાહ


એક પછી એક સટીક રાજનિતી હેઠળ એક પછી એક ચૂંટણી જીતીને ઇલેક્શન મશીન કહેવાતા અમિત શાહની રાજકીય યાત્રા સથે તેમને પાર્ટીની કમાન સંભાળ્યા બાદ ગત ચાર વર્ષોમાં ભાજપના વિસ્તારની કહાણી પર આવો એક નજર કરીએ: 


14 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયા
22 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા અમિતભાઇ અનિલચંદ્વ શાહ ફક્ત 14 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયા. ત્યારબાદ તેમણે લાંબી સફળ રાજકીય યાત્રા કરી અને તેમને ઓગસ્ટમાં પાર્ટીના અધ્યક્ષના રૂપમાં ચાર વર્ષ પુરા કર્યા. 2014ની ચૂંટણીમાં ભાજપને જોરદાર સફળતા પ્રાપ્ત અપાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ગણવામાં આવે છે. તેના લીધે પીએમ નરેંદ્ર મોદીને તેમને 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ આપ્યો. ગત ઓગસ્ટમાં તે પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા. 


રાજકીય વિશ્લેષક માને છે કે તેમના નેતૃત્વમાં પાર્ટી પોતાના 'સોનેરી દૌર'માં પહોંચી છે પરંતુ અમિત શાહ પોતે એવું માનતા નથી. તેમનું કહેવું છે કે હજુ પાર્ટીનો શ્રેષ્ઠતમ દૌર આવવાનો થોડો બાકી છે. તે આ લક્ષ્યની સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાજપનો પરચમ લહેરાવવા માટે અથાક પ્રયત્ન અને યાત્રાઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ 2019 ચૂંટણીની વ્યૂહ રચના માટે 110 દિવસોનો રાષ્ટ્રીય પ્રવાસ કર્યો હતો. હાલ અમિત શાહ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં હોવાના લીધે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.


6 લાખથી વધુ કિલોમીટરની યાત્રા
અમિત શાહે પાર્ટીની કમાન સંભાળ્યા બાદ ગત ચાર વર્ષોમાં લગભગ છ લાખ કિમીની યાત્રા કરી છે. 303થી વધુ આઉટ સ્ટેશન ટૂર કરી છે. દેશના 680માંથી 315થી વધુ જિલ્લાઓની યાત્રા કરી છે.


10 કરોડથી વધુ સભ્ય
2014માં સત્તામાં આવ્યા બાદ ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું અને તેનું પરિણામ તે આવ્યું કે આગામી એક વર્ષની અંદર જ એટલે કે 2015માં પાર્ટીના સભ્યોની સંખ્યા 10 કરોડને પાર કરી ગઇ. આ સભ્ય અભિયાન હેઠળ ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્તી બની. 2014 પહેલાં પહેલાં ભાજપના 3.5 કરોડ સભ્ય હતા. 


સોશિયલ એન્જીનિયરિંગનો નવો ફોર્મૂલા
અમિત શાહે ભાજપના પરંપરાગત વોટબેંકને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. તેના લીધે ભાજપને યૂપીમાં 2014ની સામાન્ય ચૂંટણીમાં 80માંથી 71 અને 2017ના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 403માંથી 312 સીટો મળી.


નબળી કડી પર ફોકસ
2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા અમિત શાહ હાલ તે રાજ્યો પર ફોકસ કરી રહ્યા છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે. આ કડીમાં કેરલ, પશ્વિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પાર્ટીની પોઝિશન સારી કરવા માટે 110 દિવસીય રાષ્ટ્રવ્યાપી પ્રવાસ કરી ચૂક્યા છે અને ત્યાં સંગઠનને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જોકે આગામી વખતે આ રાજ્યોની તુલના કુલ 120 લોકસભા સીટો પર મોટી સફળતા પ્રાપ્ત કરવાનો ભાજપનો હેતુ છે.