નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના વ્યસ્ત પ્રચાર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે ઝી ન્યૂઝ(Zee News)ના એન્કર અમન ચોપડા સાથે વિશેષ વાતચીતમાં દાવો કર્યો કે ભાજપને આ વખતે ગયા વખતની 272 કરતાં વધુ સીટ મળશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ વખતે ભાજપનો પ્રભાવ એ રાજ્યોમાં પણ વધશે જ્યાં અત્યાર સુધી મર્યાદિત હતો. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ભાજપને ઓછામાં ઓછી 23 સીટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે જણાવ્યું કે, "દીદી પણ બંગાળમાં 42 સીટ પર તેમનો વિજય નહીં થાય એ સ્વીકારે છે. જયશ્રીરામ કહેનારા લોકોને ગાળ અને જેલ મળે છે. આ તેમની માનસિક્તા બતાવે છે. પશ્ચિમ બંગાળમાં ધરપકડ પણ થઈ શકે છે. કોઈ ગમે તેટલો ભય પેદા કરે, પરંતુ જનતા ડરશે નહીં."


તેમણે વધુ જણાવ્યું કે, "આખરે દીદીને વાંધો શો છે. જેટલી ગાડીઓ પ્રચારમાં ગઈ હતી તેમના લાયસન્સ જપ્ત કરી લેવાયા હતા. તેમ છતાં લોકો રેલીઓમાં આવી રહ્યા છે. તેમનું લેવલ નીચે જઈ રહ્યું છે અને જનતા બધું જ જોઈ રહી છે." પશ્ચિમ બંગાળમાં હેલીપેડ પર ઉતરતા સમયે તેમણે જણાવ્યું કે, જૂઓ અહીં સભા ઉપરાંત હેલીપેડ પર પણ ભીડ છે. સભા તો અહીંથી 8 કિમી દૂર છે. 


પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે, બંગાળ આ દેશને એક મોટી ઉપલબ્ધી આપવા જઈ રહ્યું છે. બંગાળ દેશ માટે ખતરો બનતું જઈ રહ્યું હતું, હવે રાષ્ટ્રવાદી લોકો અહીં જીતીને આગળ આવશે. 


સુષમા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં રહીને'


યુપીની સ્થિતિ
અમિત શાહે જણાવ્યું કે, યુપીમાં કોઈ મુશ્કેલી નથી. મહાગઠબંધનની જરાપણ અસર નથી. યુપીની 38 સીટની મુલાકાત લીધી છે અને ભાજપની સ્થિતિમાં સુધારો થશે. આ વખતે ભાજપ 73 કરતાં વધુ સીટ જીતશે. 


રાષ્ટ્રવાદનો સવાલ
ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે, બાલાકોટનો ઉલ્લેખ કરીએ છીએ તો લોકોને ગૌરવ થાય છે. આ આપણો કુટનૈતિક અને આતંકવાદ પર વિજય છે. કોંગ્રેસ કહે છે કે, 6-6 સર્જિકલ સ્ટ્રાઈક કરી છે તો તેમણે પણ પુરાવા આપવા જોઈએ. જો સર્જિકલ સ્ટ્રાઈક થાય તો છુપાવી શકાય નહીં, બીજા દેશને માહિતી આપવી પડે છે. 


ઉદિત રાજનું વિવાદિત નિવેદનઃ ભાજપને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દલિત જોઈએ છે 


282થી વધુ સીટ આવશે
ભાજપના અધ્યક્ષે જણાવ્યું કે, આ વખતે NDA અને BJP બંનેની સીટમાં વધારો થશે. 2014 કરતાં સારો વિજય મળશે. 282થી આગળ નિકળી જઈશું. 


સવાલઃ કમલનાથ કહે છે કે મસુદ અઝહર પર પ્રતિબંધ ફિક્સ હતો?
જવાબઃ તેની ઊંધી અસર તેમના પર પડશે. 


સવાલઃ પાકિસ્તાનની ચૂંટણીમાં એન્ટ્રી?
જવાબઃ આવી તુષ્ટિકરણની રાજનીતિ વોટબેન્ક માટે થાય છે. લોકોમાં પરિવર્તન આવ્યું છે. 


દિલ્હીમાં આજે રાજકીય સંગ્રામની સૌથી મોટી જંગઃ પીએમ મોદી અને પ્રિયંકાની થશે ટક્કર 


સવાલઃ ચોકીદાર અભિયાન
જવાબઃ 'ચોકીદાર ચોર હૈ' નારાની ઊંધી અસર થવાની છે. લોકો આ અભિયાન સાથે જાતે જ જોડાયા છે. રાફેલ પર આરોપ સાબિત થતા નથી. પીએમ મોદી નિષ્કલંક છે. 


સવાલઃ રાજીવ ગાંધી?
જવાબઃ જનતા નક્કી કરશે. હું એક સવાલ પુછીશ કે, 'બોફોર્સ કાંડ તેમના સમયમાં થયું હતું કે નહીં?'


સવાલઃ પ્રિયંકા દુર્યોધન કહે છે. 
જવાબઃ દેશ નક્કી કરશે કે કોણ દુર્યોધન છે અને કોણ અર્જુન. 


સવાલઃ નવી સરકાર બનતાં ગૃહમંત્રી બનશો?
જવાબઃ અત્યારે રાજ્યસભાનો સભ્ય છું. જે જવાબદારી મળી છે તેનાથી સંતુષ્ટ છું. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....