દિલ્હીમાં આજે રાજકીય સંગ્રામની સૌથી મોટી જંગઃ પીએમ મોદી અને પ્રિયંકાની થશે ટક્કર
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે એક જાહેરસભાને સંબોધન કરવાના છે, જેની સામે પ્રિયંકા ગાંધીનો રોડ શો પ્રસ્તાવિત છે
Trending Photos
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે સૌથી મોટો રાજકીય સંગ્રામ જોવા મળવાનો છે. લોકસભા ચૂંટણીની સાથે જ દિલ્હીમાં પ્રચાર તો શરૂ થઈ જ ગયો હતો, પરંતુ બુધવારે એક અલગ જ રંગ જોવા મળશે. ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા એક જ દિવસે દિલ્હીમાં પોત-પોતાની પાર્ટી માટે વોટ માગવાના છે. વડાપ્રધાન મોદી જાહેર સભા સંબોધશે જ્યારે પ્રિયંકા ગાંધી રોડ શો કરવાની છે.
રામલીલા મેદાનમાં જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદીની રેલી સાંજે 5 કલાકે પ્રસ્તાવિત છે. દિલ્હી ભાજપના જણાવ્યા અનુસાર, રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વ્યવસાયિકો અને યુવાનો પણ હાજર રહે તેવી સંભાવના છે. પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે એનસીઆરને અડીને આવેલા નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ જેવા સબ-અર્બન વિસ્તારોમાંથી રામલીલા મેદાન સુધી પહોંચવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીનો રોડ શો
લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી દિલ્હીની સડકો પર વોટ માગવા નિકળશે. પ્રિયંકા બુધવારે દિલ્હીમાં બે રોડ શો કરવાના છે. પહેલો રોડ શો સાંજે 4.00 કલાકે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શીલા દીક્ષિત માટે અને બીજો રોડ શો સાંજે 6.00 કલાકે દક્ષિણ દિલ્હીમાં બોક્સ વિજેન્દર સિંહ માટે કરશે.
દિલ્હીમાં 7 લોકસભા સીટ
દિલ્હીમાં લોકસભાની 7 સીટ છે અને અહીં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ છે. દિલ્હીમાં 12 મેના રોજ મતદાન થવાનું છે. વર્તમાનમાં દિલ્હીમાં રાજ્ય સરકારમાં આમ આદમી પાર્ટી છે અને લોકસભામાં પણ તેના સાંસદ વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે