નવી દિલ્હી : હાલની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ હવે આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મજબુતીથી તૈયારી કરી રહ્યું છે. તેના માટે ખાસ પ્રકારે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કમર કસી છે. બંગાળની વિધાનસબા ચૂંટણી 2021માં થવાની છે, જેથી ભાજપ આ વખતે મમતા બેનર્જીને તેના જ અંદાજમાં જવાબ આપવા માંગે છે. આ ચૂંટણીમાં કોઇ કમી કે કસર ન રહે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષા પણ સીખી રહ્યા છે. જેના કારણે સ્થાનિક ભાષામાં રેલીઓ સમયે લોકોને સંબોધિત કરી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવાગઢ: સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, PSI સહિત 4ની ધરપકડ 2.51 લાખનો મુદ્દામાલ જપ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહે ગત ચૂંટણીમાં જ્યારે પણ બંગાળમાં ગયા તો દીદીએ તેમને આઉટસાઇડર ગણાવ્યા હતા અને બંગાળીમાં લોકો વચ્ચે વાતાવરણ પેદા કરીને તેવું દેખાડવાનો પ્રયાસ કરતા રહ્યા કે માત્ર તેઓ જ બંગાળનાં હિતોનું સંરક્ષણ કરી શકે છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી રણનીતિમાં માહિર માનવામાં આવે છે. ગત્ત કેટલાક રાજ્યોની વિધઆનસબા ચૂંટણી પરિણામોને છોડી દેવામાં આવે તો તેમની રણનીતિ હંમેશા ચૂંટણીમાં સફળ રહી છે. પાર્ટીના સુત્રો અનુસાર અમિત શાહે બંગાળી ભાષા જ નથી સીખી રહ્યા પરંતુ તમિલ ભાષા પર પણ પકડ બનાવી રહ્યા છે. બંગાળ માટે અમિત શાહે બંગાળી શીખનારા એક ટીચરને પણ નોકરી પર રાખ્યા છે. 


મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી મુદ્દે ભડકો, અજીત પવારનું મહત્વનું નિવેદન
રણનીતિની સાથે જ ગ્રાઉન્ડ પર કમ્પીટ કરવા માટે હોમવર્ક માટે અમિત શાહ જાણીતા છે. ઇરાદો સ્પષ્ટ છે કે પાર્ટી આગામી વિધાનસબા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારે કોઇ પણ સ્તર પર નબલા પડવા નથી માંગતા. અમિત શાહ દીદીની દરેક મુદ્દાને નબળા પાડવા માંગે છે. બંગાળની પાર્ટી સાંસદોનું કહેવું છે કે સ્પષ્ટ રીતે જો પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષામાં જ રેલીઓને સંબોધિત કરશે. તે તેના પર વ્યાપક પ્રભાવ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હશે. આ જ કારણ છે કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષા સીખવા લાગ્યા છે. જો કે પાર્ટી નેતાઓનાં અનુસાર શાહનું જોર માત્ર બંગાળ પર જ નહી અન્ય ક્ષેત્રીય ભાષાઓ પર પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube