કોંગ્રેસ પાર્ટી અને તેના કેટલાક નેતાઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કેટલાક વીડિયો ક્લિપ શેર કરવા બદલ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ તરફથી નોટિસ મળી હોવાનું કહેવાય છે. વિપક્ષી સૂત્રોએ કહ્યું કે એક્સ (અગાઉ ટ્વિટર)ના પત્રમાં ગૃહ મંત્રાલયના સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરશી મળેલી નોટિસનો હવાલો અપાયો છે. જેમાં તેમના દ્વારા શેર કરાયેલી સામગ્રીને ભારતના કાદાના કથિત રીતે ભંગ કરનાર ગણાવીને હટાવાનું કહેવાયું છે. એક્સ કે MHA એ તરફથી જો કે આ નોટિસ મોકલી હોવાનું પુષ્ટિ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના જણાવ્યાં મુજબ પોતાા પત્રમાં એક્સએ એ પણ કહ્યું છે કે તેઓ આ મંચના માધ્યમથી પોતાના યૂઝર્સને બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં દ્રઢતાથી વિશ્વાસ ધરાવે છે. કેટલાક કોંગ્રેસ સાંસદો અને નેતાઓએ મંગળવારે રાજ્યસભામાં સંવિધાનના 75 ગર્વશાળી વર્ષોની યાત્રા પર ચર્ચામાં અમિત શાહના જવાબનો એક વીડિયો ક્લિપ શેર કર્યો હતો. 



અમે ધમકીઓથી નહીં ડરીએ- કોંગ્રેસ
કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કહ્યું કે, અમે વીડિયોને કાપ્યો કે મર્જ કર્યો નથી. સંસદમાં તેમણે જ કહ્યું તેના દસ્તાવેજી ભાગને જ અમે ચલાવ્યો. તેમાં સંપાદિત હિસ્સો ક્યાં છે? તમે (ભાજપ) લોકો સંપાદિત વીડિયો ચલાવો છો. તમે ખોટા નિવેદનો આપો છો. તમે રાહુલ ગાંધીના વીડિયો સંપાદિત કરો છો. અધિકૃત હેન્ડલથી જે પ્રકારે વીડિયો શેર કરાય છે તેને જોઈને અમને શરમ આવે છે. અમે આવી ધમકીઓથી ડરીશું નહીં. અમે કશું ખોટું કર્યું નથી. તમે ટ્વિટર (એક્સ)ને લખ્યું અને તેમને અમને અમારા નિવેદનો હટાવવા માટે કહેવડાવ્યું, તમે અમને મેઈલ મોકલો છો, આઈટી મંત્રાલય અને ગૃહ મંત્રાલય તેમાં સામેલ થઈ ગયા છે. શું દેશમાં આનાથી વધુ મહત્વપૂર્ણ કોઈ મુદ્દાઓ નથી?



શું કહ્યું હતું અમિત શાહે
અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષ પર  કટાક્ષ કરતા કહ્યું હતું કે હવે એક ફેશન થઈ ગઈ છે- આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ જો ભગવાનનું લેતા હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત. તેમણે ભાજપના મુખ્યાલયમાં બુધવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો પક્ષ પણ રજૂ કર્યો. શાહે આરોપ  લગાવ્યો કે કોંગ્રેસ તથ્યોને તોડી મરોડીને રજૂ કરી રહી છે અને રાજ્યસભામાં આંબેડકર પર  તેમની ટિપ્પણીઓને ખોટા સંદર્ભમાં રજૂ કરી રહી છે. 



વિપક્ષનો અમિત શાહ વિરુદ્ધ મોરચો
વિપક્ષે આંબેડકર સંબંધિત ટિપ્પણી બદલ અમિત શાહનું રાજીનામું પણ માંગ્યું. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુક, આરજેડી, ડાબેરી પક્ષો અને શિવસેના (યુબીટી) સહિત લગભગ તમામ વિપક્ષી દળોએ આ મુદ્દાને સંસદના બંને સદનોમાં જોરદાર રીતે ઉઠાવ્યો જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી. પીએમ મોદીએ શાહનો જોરદાર બચાવ કર્યો તો શાહે પણ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પર જવાબી પ્રહાર કર્યો.