નવી દિલ્હી: નથૂરામ ગોડસે પર પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, આ રીતના નિવદેનથી પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. આ રીતના ભાજપ નેતાઓ અનંત હેગડે, નલિન કટીલના ગોડસે પરના નિવેદન પર અમિત શાહએ કહ્યું કે આ નેતાઓના ખાનગી નિવેદન છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ત્રણેય નેતાઓએ તેમના નિવેદન પરત લેતા માફી માગી લીધી છે. જોકે પાર્ટીના અનુશાસન સમિતિ આ ત્રણેય નેતાઓ પાસે તેમનો જવાબ માગશે અને 10 દિવસની અંદર પાર્ટીને તેમનો રિપોર્ટ સોંપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: Video: રાહુલ ગાંધીએ કહ્યું- નોટબંધી સમયે PM મોદીએ તેમની કેબિનેટને તાળામાં બંધ કરી


નિવેદનથી ફર્યા ગુલામ નબી આઝાદ, કહ્યું- ‘5 વર્ષ સરકાર ચલાવી છે તો કોંગ્રેસમાંથી હોય પીએમ’


આ પહેલા તેમણે બે ટ્વિટ ચર્ચાનો વિષય બની હતી. તેના પર થયેલા વિવાદ પર હેગડેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, તેમના ટ્વિટર એકાઉન્ટ હેક થઇ ગયું હતું. અનંત કુમાર હેગડેએ પણ કહ્યું કે, છેલ્લા એક એઠવાડીયામાં બે વખત તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને ટાઇમલાઇન પર ખાસ પ્રકારની ટ્વિટ પોસ્ટ કરવામાં આવી. જેને હટાવી દેવામાં આવી છે.


વધુમાં વાંચો: શારદા ચિટફંડ: IPS રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને SCએ હટાવ્યો


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો...