શારદા ચિટફંડ: IPS રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને SCએ હટાવ્યો

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા ઇન્ટરિમ પ્રતિબંધને હટાવી લીધો છે. જોકે, સુપરીમ કોર્ટે રાજીવ કુમારીની ધરપકડ પર 7 દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો.

શારદા ચિટફંડ: IPS રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા પ્રતિબંધને SCએ હટાવ્યો

નવી દિલ્હી: કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા ઇન્ટરિમ પ્રતિબંધને હટાવી લીધો છે. જોકે, સુપરીમ કોર્ટે રાજીવ કુમારીની ધરપકડ પર 7 દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો હતો. તે દરમિયાન તેઓ આગોતરા જામીન કરી શકે છે. સીબીઆઇએ રાજીવ પર શારદા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી. 2 મેએ સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની વાત સાંભળીને ચુકાદો આપ્યો હતો.

સીબીઆઇએ રાજીવ કુમારને શારદા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેકેટ્રરી મલય ડે, ડીજીપી વીરેન્દ્ર કુમારની સામે કોર્ટની અવગણના મામલાને બંધ કરવાથી ઇનકાર કર્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારથી પૂછપરછ કર્યા બપાદ સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, રાજીવ કુમારની સામે સીબીઆઇ સ્ટેટસ રિપોર્ટમાં કરેલો ખુલાસો ઘણો ગંભીર છે, પરંતુ જોકે, રિપોર્ટ સીલબંધ કવરમાં છે, એટલે કોર્ટ માટે કોઇ આદેશ આપવો યોગ્ય નહીં ગણાય. કોર્ટે સીબીઆઇને 10 દિવસની અંદર યોગ્ય એપ્લીકેશન દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે રાજીવ કુમારને 10 દિવસની અંદર સીબીઆઇની અરજી પર જવાબ આપવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, અમે કોઇ નિર્ણય લેતા પહેલા બંને પક્ષની વાત સાંભળીશું.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇ સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અવગણના અરજી પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને અવગણના નોટિસ ફટકારી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news