કોણ ટાગોરની ખુરશી પર બેઠું? સંસદમાં તસવીર દેખાડી શાહ બોલ્યા- હું નહીં, નહેરૂ અને રાજીવ ગાંધી બેઠા હતા
શાંતિ નિકેતનમાં ટારોગની ખુરશી પર બેસવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો તો આજે સંસદમાં શાહ પૂરાવા સાથે આવ્યા. તેમણે પોતાની સફાઈ આપતા તે પણ દેખાડ્યુ કે ટાગોરની ખુરશી પર તેઓ નહીં પરંતુ ક્યારેક નહેરુ અને રાજીવ ગાંધી બેઠા હતા.
નવી દિલ્હીઃ બંગાળની યાત્રા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) પર શાંતિ નિકેતનમાં ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસવાનો આરોપ લાગ્યો તો આજે શાહે સંસદમાં તેના પૂરાવા સાથે જવાબ આપ્યો છે. ગૃહમંત્રીએ તસવીરો દેખાડીને કહ્યુ કે, તેઓ નહીં પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂ (Jawahar Lal Nehru) અને પછી રાજીવ ગાંધી તે ખુરશી પર બેસી ચુક્યા છે.
તેમણે આગળ કહ્યુ કે, ગૃહમાં વાત કરીએ તો વાત કરતા પહેલા તથ્યોની તપાસ કરવી જોઈએ. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે, સોશિયલ મીડિયાથી ઉઠીને આપણે અહીં જોઈએ તો ગૃહની ગરિમાને ક્ષતિ પહોંચે છે. શાહે કટાક્ષ કરતા કહ્યુ, 'પરંતુ હું તે માટે તેમને દોષી નથી ઠેરવતો, તેમની પાર્ટીનું જે બેકગ્રાઉન્ટ છે, તેના કારણે તેમનાથી ભૂલ થઈ ગઈ. હું તો નથી બેઠો તે ખુરશીમાં, મારી પાસે બે ફોટો છે, જેમાં જવાહરલાલ નહેરૂ તે ખુરશી પર બેઠા છે, જ્યાં ટાગોર બેસતા હતા. બીજો ફટો છે રાજીવ ગાંધીનો, તેઓ ટાગોર સાહેબના સોફા પર આરામથી બેસીને ચા પી રહ્યા હતા.'
આ પણ વાંચોઃ Chamoli Disaster: હજુ 197 લોકો લાપતા, નેવી-એરફોર્સ કરી રહ્યાં છે શોધખોળઃ અમિત શાહ
તેના કારણે તેમના મનમાં ખોટા ખ્યાલ હોઈ શકે છે પરંતુ મારી વિનંતી છે કે રેકોર્ડને સ્પષ્ટ કરવામાં આવે અને હું દાદા (અધીર રંજન ચૌધરી) ની અપીલ પર ગૃહના પટલ પર પણ રાખવા ઈચ્છુ છું કે જેથી આ હંમેશા માટે રેકોર્ડનો ભાગ બને. બીજી વાત, જેગૃહમાં નથી તેનો ઉલ્લેખ અહીં થતો નથી. છતાં મારી પાર્ટીના અધ્યક્ષના નામનો તેમણે ઉલ્લેખ કર્યો. તે ભાષણને મેં સાંભળ્યુ છે, હું આજે પડકાર આપુ છું કે જો નડ્ડા સાહેબ આવુ બોલ્યા હોય તો તે રેકોર્ડ પર રાખો. નડ્ડાજી આવુ કંઈ બોલ્યા નથી, જેવુ તેમણે કાલ કહ્યુ છે.
શાહે કહ્યુ કે મહેરબાની કરી રેકોર્ડ બરાબર કરવામાં આવે અને શાંતિ નિકેતનના ઉપકુલપતિનો પત્ર અને ફોટોગ્રાફને પટલ પર રાખવામાં આવે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube