નાગરિકતા કાયદા પર ઘમાસાણ, અમિત શાહે રાહુલ ગાંધીને ફેંક્યો મોટો પડકાર, જાણો શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. અમિત શાહે આરોપ લગાવ્યાં કે કોંગ્રેસ એન્ડ કંપનીનાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને અફવાઓ ફેલાવી રહી છે કે આ કાયદો લઘુમતીઓની નાગરિકતા છીનવી લેશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને આડે હાથ લેતા તેમણે કહ્યું કે રાહુલબાબા હું તમને પડકાર ફેંકુ છું કે આ કાયદામાં એક જગ્યાએ કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ હોય તો બતાવો.
શિમલા: ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. અમિત શાહે આરોપ લગાવ્યાં કે કોંગ્રેસ એન્ડ કંપનીનાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને અફવાઓ ફેલાવી રહી છે કે આ કાયદો લઘુમતીઓની નાગરિકતા છીનવી લેશે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ની રાજધાની શિમલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને આડે હાથ લેતા તેમણે કહ્યું કે રાહુલબાબા હું તમને પડકાર ફેંકુ છું કે આ કાયદામાં એક જગ્યાએ કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ હોય તો બતાવો.
દિલ્હી: CAAના વિરોધમાં જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન, સ્થિતિ સામાન્ય, અમન કમિટીએ કરી શાંતિની અપીલ
અમિત શાહે કહ્યું કે હું દેશના તમામ મુસલમાન ભાઈ બહેનોને અપીલ કરું છું કે પહેલા પોતે નાગરિકતા સંશોધન કાયદાને સમજો અને પછી બીજાને પણ સમજાવો. નહીં તો જૂઠ્ઠુ અને ભ્રમ ફેલાવનારા રાજકીય પક્ષો પોતાના વોટબેંકના સ્વાર્થ માટે આપણને પરસ્પર લડાવતા રહેશે.
નેહરુ-લિયાકત સંધિ ફેલ થવાના કારણે આવ્યો આ કાયદો
શિમલામાં હિમાચલ પ્રદેશની સરકારના બે વર્ષ પૂરા થયાના અસરે અમિત શાહે કહ્યું કે 1950માં નેહરુ-લિયાકત સંધિ થઈ. જે હેઠળ નક્કી થયું હતું કે બંને દેશો પોતાના ત્યાં લઘુમતીઓનું સંરક્ષણ કરશે. લાખો કરોડો શરણાર્થીઓની કોઈ ચિંતા કરતું નહતું. નરેન્દ્ર મોદીજીએ તેમને નાગરિકતા આપવાની પહેલ કરી અને નાગરિકતા સંશોધન કાયદો બનાવ્યો.
UPમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા 498 લોકોની સંપત્તિ થશે જપ્ત!
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ નવી કાર્ય સંસ્કૃતિ બનાવી છે. હવે ભૂમિ પૂજન પણ અમારી સરકાર કરે છે અને ઉદ્ધાટન પણ અમારી સરકાર કરે છે. આ કાર્ય સંસ્કૃતિથી હિમાચલ આજે વિકાસના પથ પર નીકળી પડ્યું છે.
અમિત શાહે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટમાં મોદીજી આવ્યાં હતાં. તેમણે તમામ ઉદ્યોગપતિઓને કહ્યું હતું કે હિમાચલ મારું પોતાનું છે, ડર્યા વગર તમે રોકાણ કરો. ત્યારબાદ 85 હજાર કરોડ રૂપિયાના એમઓયુ થયાં. તેમાંથી 13 હજાર કરોડ રૂપિયાના રોકાણને આજે જમીન પર ઉતારવાનું કામ થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube