UPમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા 498 લોકોની સંપત્તિ થશે જપ્ત!

નાગરિકતા સંશોધન કાયદાને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશમાં હિંસા આચરનારા અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ યુપી સરકાર કડકાઈ વર્તી રહી છે. યુપીની યોગી સરકારે પરદેશમાં 498 લોકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઓળખ કરી છે.

UPમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા 498 લોકોની સંપત્તિ થશે જપ્ત!

લખનઉ:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસા આચરનારા અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ યુપી સરકાર કડકાઈ વર્તી રહી છે. યુપીની યોગી સરકારે (Yogi Government) પરદેશમાં 498 લોકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઓળખ કરી છે. હવે સરકાર આ 498 લોકોની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં છે. 

આ અગાઉ ગુરુવારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને 373 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. હકીકતમાં લખનઉ (Lucknow) માં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 

કયા કયા જિલ્લામાં મોકલાઈ નોટિસ
રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 

જુઓ LIVE TV

તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સંભલમાં 26 લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક રાજકીય પક્ષો, સંગઠન, અને વ્યક્તિગત આધાર પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી છે. જેમાંથી બુલંદશહેરમાં 6 લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે. સંભલમાં 15 લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news