નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra) માં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress) ના મહા વિકાસ આઘાડી ગઠબંધનની જે સરકાર બનવા જઈ રહી છે તેના પર ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) સવાલ ઉઠાવ્યાં છે. અમિત શાહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી. તેમણે આરોપ લગાવ્યો કે 56 બેઠકો મેળવનારી શિવસેના (Shivsena) ને મુખ્યમંત્રી પદની ઓફર કરીને તેમનું સમર્થન મેળવ્યું છે. શાહે કહ્યું કે આ રાજનીતિક સોદાબાજી નથી તો શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ સમારોહ માટે સાંગલીના આ ખેડૂત દંપતિને મોકલ્યું ખાસ નિમંત્રણ


અમિત શાહે કહ્યું કે મુખ્યમંત્રી પદની લાલચ આપીને સમર્થન લેવું એ ખરીદ વેચાણ નથી તો શું છે? હું શરદ પવાર (Sharad Pawar) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) ને કહું છું કે એકવાર બોલીને જુઓ કે મુખ્યમંત્રી તેમનો હશે અને પછી શિવસેનાનું સમર્થન લો. લગભગ 100 બેઠકોવાળું ગઠબંધન 56 બેઠકોવાળી પાર્ટીને મુખ્યમંત્રી પદ આપી રહ્યું છે તે ખરીદ વેચાણ જ છે. શિવસેનાના તમામ ધારાસભ્યો અમારી સાથે લડીને ચૂંટણી જીત્યા છે. 


શાહે કહ્યું કે તેમનો એક પણ ધારાસભ્ય એવો નથી જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ન લગાવ્યું હોય. તેમની સભાઓમાં ભાજપની સભાઓ કરતા પણ મોટા કટઆઈટ પીએમ મોદીના લગાવેલા હતાં. શું આ બધુ દેશ અને મહારાષ્ટ્રની જનતા નથી જાણતી? હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે શિવસેનાને મુખ્યમંત્રી પદનું કોઈ આશ્વાસન ક્યારેય આપ્યું નહતું. અમે દર વખતે એટલે સુધી કે જે સભાઓમાં આદિત્ય ઠાકરે કે ઉદ્ધવ ઠાકરે અમારી સાથે સ્ટેજ પર હતાં ત્યાં પણ અમે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે, ત્યારે કેમ તેમણે વિરોધ ન કર્યો?


Ayodhya Case : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનનું વિવાદિત નિવેદન, 'દેશની શાંતિ હંમેશા હિન્દુ બગાડે છે'


વધુમાં તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપ(BJP) નું ગઠબંધન ચૂંટણી લડ્યા હતાં. મહારાષ્ટ્રની જનતાએ બંને પાર્ટીઓને સમર્થન આપ્યું હતું. પરંતુ જ્યારે સરકાર બનાવવાનો વારો આવ્યો તો તેમણે ગઠબંધન તોડી નાખ્યું અને અલગ વિચારધારાવાળી પાર્ટીઓ સાથે હાથ મિલાવી લીધા. જ્યારે અજિત પવારે (Ajit Pawar) ભાજપને સમર્થન આપ્યું તો લોકો તેના પર હાહાકાર મચાવવા લાગ્યાં. જ્યારે અસલ અનૈતિક નિર્ણય તો શિવસેનાએ લીધો છે, જેના પર કોઈ સવાલ નથી ઉઠાવતું. મહારાષ્ટ્રની જનતા બધુ સમજે છે. 


શરદ પવારે બોલાવી NCP ની બેઠક, અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવાની તૈયારી: સૂત્ર


મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન કમળ અસફળ
મહારાષ્ટ્રમાં રાતોરાત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર સાથે 'ડીલ' કરીને ભાજપની સરકાર તો બની ગઈ પરંતુ ફ્લોર ટેસ્ટ  પહેલા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર મેદાન છોડીને જતા રહ્યાં. સુપ્રીમ કોર્ટે તેમને બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે અસમર્થતા દર્શાવીને રાજીનામું આપી દીધુ. તેનાથી ભાજપનું ઓપરેશન કમળ અસફળ થયું અને અજિત પવારનો વિધાયકો ભેગા કરવાનો દાવો પણ પોકળ સાબિત થયો. 


આ VIDEO પણ ખાસ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube