Ayodhya Case : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનનું વિવાદિત નિવેદન, 'દેશની શાંતિ હંમેશા હિન્દુ બગાડે છે'

Ayodhya News: અયોધ્યા કેસ (Ayodhya Case) માં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા રાજીવ ધવને (Rajiv Dhawan) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજીવ ધવને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme court) ના ચુકાદા સંદર્ભે કહ્યું કે દેશની શાંતિ અને સૌહાર્દને હંમેશા હિન્દુ (Hindu) જ બગાડે છે. મુસ્લિમો (Muslim) એ ક્યારેય આવું કામ કર્યું નથી. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. 

Ayodhya Case : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનનું વિવાદિત નિવેદન, 'દેશની શાંતિ હંમેશા હિન્દુ બગાડે છે'

નવી દિલ્હી: અયોધ્યા કેસ(Ayodhya Case)માં મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા રાજીવ ધવને (Rajiv Dhawan) વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાજીવ ધવને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટ (Supreme court)ના ચુકાદા સંદર્ભે કહ્યું કે દેશની શાંતિ અને સૌહાર્દને હંમેશા હિન્દુ (Hindu) જ બગાડે છે. મુસ્લિમો (Muslim)એ ક્યારેય આવું કામ કર્યું નથી. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. 

ANIના જણાવ્યાં મુજબ રાજીવ ધવને કહ્યું છે કે સંઘ પરિવાર તાલિબાનની જેમ વર્તન કરે છે! તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે અખલાક માટે કોણ જવાબદાર છે? ગૌરી લંકેશ માટે કોણ જવાબદાર છે? ગોવામાં ક્રાઈમ માટે અને ડાભોલકર માટે  કોણ જવાબદાર છે? આ સાથે જ રાજીવ ધવને કહ્યું કે 1934માં મસ્જિદ કોણે તોડી? કોણે લિંચિંગ કર્યું, કોણે હત્યાઓ કરી?

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડના વરિષ્ઠ વકીલ ધવને એક પિક્ટોરિયલ મેપને ફાડી નાખ્યો હતો. જેમાં ભગવાન રામના જન્મસ્થળને પોઈન્ટ આઉટ કરાયું હતું. આ મેપને અખિલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. તેમના દ્વારા નક્શો ફાડવાની ઘટનાની વકીલ સમુદાયે ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે વકીલોએ કાર્યવાહી દરમિયાન કોર્ટની મર્યાદા જાળવવી જોઈએ. 

આ કેસમાં 16 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરી રહેલા ધવને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ(Ranjan Gogoi) સમક્ષ આ મેપને ફાડી નાખ્યો હતો. જેના પર સીજેઆઈ અને અન્ય જજોએ આકરી ટિપ્પણી કરી હતી. તેમના આ કૃત્યની કાયદા સમુદાયની બહારના લોકોએ પણ આલોચના કરી હતી. 

આ મહત્વનો VIDEO પણ ખાસ જુઓ

હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે ધવનનો વ્યવહાર અનૈતિક, ગેર વ્યવસાયિક હતો અને તેમણે એવું કરવું જોઈતું નહતું. કોર્ટે તે સમયે હાજર અયોધ્યા વાર્તા સમિતિના અધ્યક્ષ મૌલાના સુહૈબ કાસમીએ પણ તેમના આ કૃત્યની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વરિષ્ઠ વકીલનો વ્યવહાર અયોગ્ય હતો. 

નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપડાએ કહ્યું હતું કે જે પણ ધવને કર્યું તે ખોટું હતું પરંતુ ચીફ જસ્ટિસે તેમને મેપ ફાડવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત આ મામલા સાથે નહીં સંકળાયેલા વકીલોએ પણ આ કૃત્યની ટીકા કરી હતી. પ્રસિદ્ધ વકીલ એમએસ ખાને ધવનના આ વ્યવહારની ટીકા કરી અને કહ્યું કે ભલે ચીફ જસ્ટિસે વરિષ્ઠ વકીલને મેપ ફાડવાની મંજૂરી આપી હતી, પણ તેમણે આમ કરવું જોઈતું નહતું. કોર્ટની મર્યાદા જાળવવી જોઈતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news