આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારત સાથે ઇંટરપોલ, ગૃહમંત્રીની મહત્વની બેઠક
ઇંટરપોલનાં મહાસચિવ જોર્ગેન સ્ટૉકે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
નવી દિલ્હી : ઇન્ટરપોરનાં સેક્રેટરી જનરલ જોર્ગેન સ્ટૉકે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી. આ દરમિયાન ઇંટરપોલ મહાસચિવે ગૃહમંત્રીને આતંકવાદ વિરુદ્ધ તેમની પ્રતિબદ્ધતા માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે જ આતંકવાદની વિરુદ્ધની લડાઇમાં ઇંટરપોલનાં સહયોગનું પણ આશ્વાસન આપ્યું હતું.
આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી
આ દરમિયાન અમિત શાહે દિલ્હીમાં જુર્ગેન સ્ટોકની સમક્ષ ઇન્ટરપોલ મહાસભાની મેજબાનીનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. શાહે કહ્યું કે, વર્ષ 2022માં ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાઠ મનાવશે. આ પ્રસંગે ભારત ઇંટરપોલ મહાસભાની મેજબાની કરવા માટે ઇચ્છુક છે.
સેનાધ્યક્ષ બિપિન રાવતની LoC મુલાકાત, જવાનોને કહ્યું ગમે તે સ્થિતી માટે તૈયાર રહો
ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા
શાહે રેડ કોર્નર નોટિસ મુદ્દે લાગતા સમય અંગે ચિંતા વ્યક્ત કરી
આ દરમિયાન અમિત શાહે આતંકવાદી જાગીર નાઇક સહિત અનેક ભાગેડુઓની વિરુદ્ધ ઇંટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઇશ્યું કરવામાં વધારે સમય લાગવા અંગે પોતાની ચિંતા અંગે પણ જુર્ગેન સ્ટોકને અવગત કરાવ્યા હતા. ઇંટરપોલના મહાસચિવની સાથે બેઠક દરમિયાન અમિત શાહે ભારપુર્વક જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, માદક પદાર્થોની તસ્કરી અને મની લોન્ડરિંગની વિરુદ્ધ રણનીતિ બનાવવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ, માદક પદાર્થોની તસ્કરી અને મની લોન્ડરિંગ વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
પાત્ર લોકો NRC માંથી બહાર થયા હશે તો અસમ સરકાર તેમની મદદ કરશે
આતંકવાદ વિરુદ્ધ રણનીતિ બનાવવાને વધારે ભાર
ઇંટરપોલના મહાસચિવ સાથે બેઠક દરમિયાન અમિત શાહે ભારપુર્વક જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, માદક પદાર્થોની તસ્કરી અને મની લોન્ડરિંગની વિરુદ્ધ રણનીતિ બનાવવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ આતંકવાદ, માદક પદાર્થની તસ્કરી અને મની લોન્ડરિંગની વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે, અમિત શાહે જુર્ગેન સ્ટોકને કહ્યું કે, ઇંટરપોલની મદદથી ભારત હાઇપ્રોફાઇલ ભાગેડુ આર્થિક ગુનેગારો અને આતંકવાદીઓ પર નકેલ કસવામાં સફળ રહેશે.
સરકારી બેન્કોના વિલયના નિર્ણયનો બેન્કના કર્મચારીઓએ કર્યો વિરોધ
ઇન્ટરપોલને આ વર્ષે 41 અરજીઓ મોકલાઇ ચુકી છે
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડા અનુસાર ઇંટરપોલથી સીબીઆઇએ વર્ષ 2016માં રેડ કોર્નર નોટિસ ઇશ્યું કરવા માટે 92 વખત, 2017માં 94 અને 2018માં 123 અપીલ મોકલી. ત્યાર બાદ ઇંટરપોલનાં 87,84 અને 76 ઇંટરપોલ નોટિસ ઇશ્યું કરી. આ વર્ષે 15 જુલાઇ સુધી ઇંટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યું કરવા માટે 41 અપીલ મોકલવામાં આવી ચુકી છે, જેમાંથી 32 રેડ કોર્નર નોટિસ ઇશ્યું કરવામાં આવી છે.