સેનાધ્યક્ષ બિપિન રાવતની LoC મુલાકાત, જવાનોને કહ્યું ગમે તે સ્થિતી માટે તૈયાર રહો

સેના પ્રમુખે જવાનોનાં વખાણ કરતા જણાવ્યું કે, જે પ્રકારે જવાનો એલઓસીની ઘુસણખોરી સફળતાપુર્વક અટકાવી રહ્યા છે તે કાબિલે તારીફ છે

સેનાધ્યક્ષ બિપિન રાવતની LoC મુલાકાત, જવાનોને કહ્યું ગમે તે સ્થિતી માટે તૈયાર રહો

શ્રીનગર : સેના પ્રમુખ બિપિન રાવતે (Bipin Rawat) શુક્રવારે જમ્મુ કાશ્મીર (Jammu kashmir) ની મુલાકાત લીધી. અનુચ્છેદ 370 હટ્યા બાદ સેના પ્રમુખની આ પહેલી કાશ્મીર ખીણની મુલાકાત છે. સેના પ્રમુખ બિપિન રાવતે ખીણની મુલાકાત સુરક્ષા સ્થિતી અને કાશ્મીરમાં કોઇ પણ ઇમરજન્સી સ્થિતીને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તૈયારીઓ અંગે પણ માહિતી મેળવી હતી.

પાત્ર લોકો NRC માંથી બહાર થયા હશે તો અસમ સરકાર તેમની મદદ કરશે
આ દરમિયાન બિપિન રાવતે સેનાનાં જવાનો સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે જવાનોને કોઇ પણ ઇમરજન્સી સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવાની વાત કરી. સાથે જ તેમણે સેનાનાં જવાનોનું મનોબળ પણ વધાર્યું હતું. મળતી માહિતી અનુસાર સેના પ્રમુખે સેનાના જવાનોનાં વખાણ કરતા ઘુસણખોરી અટકાવવાનાં જે પ્રયાસો થયા તેના વખાણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે.

મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ વિસ્ફોટ, 13નાં મોત, 50થી વધુ ઘાયલ
સેના પ્રમુખે આ દરમિયાન નિયંત્રણ રેખા પર જઇને સુરક્ષા તૈયારીઓ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા વારંવાર સીઝફાયરના ઉલ્લંઘન અંગે પણ ચર્ચા કરી હતી. સેનાની ફોરવર્ડ પોસ્ટ પર જઇને પણ તેઓએ સ્થિતી અંગે માહિતી મેળવી હતી. જમ્મુ કાશ્મીરનાં જવાનો સાથે મુલાકાત કરીને તેમનું મનોબળ વધાર્યું હતું.

અસમ NRCની ફાઇનલ યાદી: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ભડક્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, 370 હટ્યા બાદ સેનાધ્યક્ષની આ પ્રથમ જમ્મુ કાશ્મીરની મુલાકાત છે. 370 અને 35 એ હટ્યા બાદથી જ જમ્મુ કાશ્મીરમાં લશ્કરી ગતિવિધિ વધી ચુકી છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા પણ વારંવાર છમકલાઓ કરવામાં આવી રહ્યા છે. વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન, આતંકવાદીઓને ઘુસાડવા માટે વારંવાર ફાયરિંગ જેવી ઘટનાઓ બનતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news