ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા

એનઆરસીની અંતિમ યાદી શનિવારે સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે

ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા

કોલકાતા : અસમમાં બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) ની અંતિમ યાદી શનિવારે સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો. બેનર્જીએ ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત  કરતા દાવો કર્યો કે તેના કારણે બાંગ્લાભાષી લોકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. મમતાએ પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, એનઆરસીની અસફળતાએ તે તમામ લોકોને એક્સપોઝ કરી દીધા છે જે તેનો રાજનીતિક લાભ ઉઠાવવા માંગતા હતા. તેમણે દેશનાં અનેક સવાલોનાં જવાબ આપવા પડશે. જ્યારે કોઇ કામ દેશનાં વ્યાપક હિતનાં બદલે કોઇ ખાસ એજન્ડાની પુર્તિ માટે કરવામાં આવે છે તો તેનો અંજામ આવો જ હોય છે. તેમણે લખ્યું કે, હું બાંગ્લા ભાષી બહેનો અને ભાઇઓ મુદ્દે ચિંતિત છું જેમણે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

mamata banerjee

આતંકવાદ સામે લડવાનું NRC કારગત હથિયાર, દિલ્હીમાં પણ લાગુ કરો: મનોજ તિવારી
આ પહેલીવાર નથી જ્યારે બેનર્જીએ એનઆરસી પ્રક્રિયાનો વિરોધ કર્યો હોય. બેનર્જી હંમેશા એમ જ કહેતા હોય છે કે તેઓ કેન્દ્ર સરકારને પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ નહી થવા દે. પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એનઆરસી પ્રક્રિયા અસમમાં લાગુ કરવામાં આવી છે, ઝડપથી તેને પશ્ચિમ બંગાળમાં પણ લાગુ કરવામાં આવશે. અંતત દેશનાં તમામ રાજ્યો તેને કવર કરવામાં આવશે. આ પ્રક્રિયા બિનકાયદેસર પ્રક્રિયા બિનકાયદેસર બાંગ્લાદેશીઓની ઓળખ કરવા માટે મહત્વપુર્ણ છે. 

પાત્ર લોકો NRC માંથી બહાર થયા હશે તો અસમ સરકાર તેમની મદદ કરશે
અસમ સરકાર પહેલા જ કહી ચુકી છે કે જે લોકોને એનઆરસી યાદીમાં સમાવેશ નથી કરવામાં આવ્યો તેમને કોઇ પણ સ્થિતીમાં કસ્ટડીમાં લઇ લેવાશે, જ્યાં સુધી વિદેશી ન્યાયાધિકરણ (FT) તેમને વિદેશી જાહેર ન કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી અગાઉ પણ વડાપ્રધાન મોદીનો વિરોધ કરી ચુક્યા છે. સીબીઆઇને રાજ્યમાં ઘુસવા દેવા મુદ્દેથી માંડીને અનેક મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ટક્કર થઇ ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news