આપ અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ વચ્ચે કથિત સંબંધોની થશે તપાસઃ અમિત શાહ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રધાનમંત્રી મોદીને વિનંતી કરી હતી કે હાલમાં કુમાર વિશ્વાસે જે કહ્યુ છે, તે મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે.
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આમ આદમી પાર્ટી અને પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ વચ્ચે કથિત સંબંધોની તપાસ કરાવવાની માંગ કરતા પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ચન્નીના પત્રના જવાબમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, આ સમગ્ર મામલાની તપાસ થશે. તેમણે કહ્યું કે, તે ખુદ આ કથિત સંબંધોના આરોપોની તપાસ કરાવશે.
સીએમ ચન્નીએ કરી હતી પીએમ પાસે તપાસની માંગ
પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ ગુરૂવારે ટ્વીટ કર્યુ હતુ કે, પંજાબના મુખ્યમંત્રીના રૂપમાં હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરૂ છું કે હાલમાં કુમાર વિશ્વાસે જે કહ્યુ છે, તે મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. સાથે કહ્યું કે, રાજનીતિ એક તરફ, પંજાબના લોકોએ અલગાવવાદ સામે લડતા ભારે કિંમત ચુકવી છે. પીએમે દરેક પંજાબીની ચિંતા દૂર કરવાની જરૂર છે.
ચૂંટણી પ્રચાર સમાપ્ત, 20 ફેબ્રુઆરીએ યુપીમાં 59 અને પંજાબની તમામ 117 સીટો પર મતદાન
દેશની એકતાને તોડવાની મંજૂરી કોઈને નથી
ગૃહ મંત્રી અમિત શાહે આગળ લખ્યું- આ વિષય પર હું તમને વિશ્વાસ અપાવુ છું કે દેશની એકતા અને અખંડતા સાથે ચેડા કરવાની મંજૂરી કોઈને આપવામાં આવશે નહીં. ભારત સરકારે મુદ્દેને ખુબ ગંભીરતાથી લીધો છે અને હું ખુદ આ મામલાની ઉંડાણથી તપાસ કરાવીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube