લખનઉ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારથી ઉત્તર પ્રદેશમાં પાર્ટીના બૂથ અધ્યક્ષોથી સીધો સંવાદ કરશે. રાષ્ટ્રી અધ્યક્ષ શાહ 30 જાન્યૂઆરીએ કાનપુર-બુંદેલખંડ ક્ષેત્ર તેમજ અવધ ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગાંધીજી પુણ્યતિથિ વિશેષ: 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર તેમની હુમલા-હત્યાના પ્રયાસો કરાયા હતા


પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.પી.એસ રાઠોડે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ બુધવારના કાનપુરમાં રેલવે મેદાન નિરાલાનગરમાં આયોજિત બૂથ અધ્યક્ષોના સંમેલનનું સંબધોન કરશે. જ્યારે રાજધાની લખનઉના કાશી રામ સ્મૃતિ ઉપવન આશિયાનામાં આયોજિત અવધ ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનનું સંબોધન કરશે.


વધુમાં વાંચો: દરેક વિસ્તાર પર સાંસદો ધ્યાન કેન્દ્રીત કરે, ગઠબંધન મારા પર છોડી દો: ઉદ્ધવ


તેમણે જણાવ્યું કે બૂથ અધ્યક્ષોના સંમેલનને લોકસભા ચૂંટણી પ્રભારી તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય તેમજ દિનેશ શર્મા તેમજ અન્ય વરિષ્ઠ નેતા સંબોધન કરશે.


વધુમાં વાંચો: શાહની રેલી બાદ ઘર્ષણ, BJP કાર્યકર્તાને લઇ જઇ રહેલ બસને આગ ચંપાઇ


કાનપુર ભાજપના જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર મેથાનીએ જણાવ્યું કે કાનપુરમાં બુધવાર બપોરે 12 વાગે અધ્યક્ષ શાહનો કાર્યક્રમ છે. પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્તર પર બધા 6 ક્ષેજ્ઞોમાં આયોજિત કરવામાં આવી રહેલા બૂથ અધ્યક્ષોના સંમેલનમાં બૂથ અધ્યક્ષ, સેક્ટર આયોજક, સેક્ટર પ્રભારી, જિલ્લા પદાધિકારી, સાંસદ, વિધાયક તેમજ અન્ય જનપ્રતિનિધિ રહેશે.


વધુમાં વાંચો: માસ્ટર સ્ટ્રોક કહેવાતી લઘુત્તમ આવક યોજનાથી રૂ.1500 અબજનો બોજો, છતાં દેવામાફીથી સારી


તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે ફેબ્રુઆરીએ અમરોહામાં પશ્ચિમ ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે. જ્યારે 6 ફેબ્રુઆરીના એટામાં બ્રજ ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરી પાર્ટી કાર્યકર્તાઓથી સીધો-સંવાદ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ 8 ફેબ્રુઆરીએ જૌનપુરમાં કાશી ક્ષેત્રેના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે અને તે દિવસે જ મહરાજગંજમાં પણ ગોરખપુર ક્ષેત્રના બૂથ અધ્યક્ષોના સંમેલનને સંબોધન કરશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...