VIDEO: શાહની રેલી બાદ ઘર્ષણ, BJP કાર્યકર્તાને લઇ જઇ રહેલ બસને આગ ચંપાઇ

તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં એક કાર્યાલયમાં તોડફોડની ઘટના બની જ્યારે ભાજપ કાર્યકર્તાઓને લઇ જઇ રહેલ વાહનોને આગ લગાવી દેવામાં આવી

VIDEO: શાહની રેલી બાદ ઘર્ષણ, BJP કાર્યકર્તાને લઇ જઇ રહેલ બસને આગ ચંપાઇ

કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર જિલ્લામાં ભાજપ પ્રમુખ અમિત શાહની એક રેલી બાદ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં એક કાર્યાલયમાં તોડફોડની ઘટના થઇ જ્યારે ભાજપ કાર્યકર્તાઓને લઇ જઇ રહેલા વાહનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા. 

બંન્ને પાર્ટીના સુત્રોએ જણાવ્યું કે, ઘર્ષણમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. જો કે પોલીસે તેની પૃષ્ટી નથી કરી. ભાજપે આરોપ લગાવ્યો કે જે બસોથી ભાજપ કાર્યકર્તાઓ રેલીથી પરત ફરી રહ્યા હતા તેના પર તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કથિત રીતે હૂમલો કર્યો અને તમામ બસોને આગ હવાલે કરી દીધી હતી.

— ANI (@ANI) January 29, 2019

બીજી તરફ તૃણમુલ કોંગ્રેસનો દાવો છે કે ભાજપ કાર્યકર્તાઓએ તૃણમુલ કોંગ્રેસનાં કાંઠીમાં આવેલ એક સ્થાનીક કાર્યાલય પર હૂમલો કર્યો અને તોડફોડ કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્યાર બાદ તૃણમુલ કોંગ્રેસનાં ગુસ્સે ભરાયેલાએ કાર્યકર્તાઓએ વળતો હૂમલો કર્યો અને ઘર્ષણ ચાલુ થઇ ગયું હતું. 

 

રાજ્યમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, અમારા સમર્થકો જ્યારે અમિત શાહની રેલીથી પરત ફરી રહ્યા હતા તેમના પર તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ હૂમલો કર્યો. આ શરમજનક છે. અમે તેની આલોચના કરીએ છીએ. તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુવેંદુ અધિકારીએ દાવો કર્યો કે ભાજપ રાજ્યની શાંતિ અને સ્થાયીત્વને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news