નવી દિલ્હી: દેશના ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે કોરોના પોઝિટિવ હોવા દરમિયાન તેમણે પોતાનું ધ્યાન કેવી રીતે રાખ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે ક્વોરન્ટિન વખતે તેમણે પોતાનો સમય એવા કામમાં વાપર્યો કે જે કરવા માટે તેમને ઘણા વખતથી સમય જ નહતો મળતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન અમિત શાહે એક એવા સવાલનો પણ જવાબ આપ્યો કે જેની રાહ આખો દેશ જુએ છે. જી હા...તેમણે ભારતમાં ફરીથી લોકડાઉન લાગશે કે નહીં તે વિશે પણ જવાબ આપ્યો.


ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી


સવાલ: સમગ્ર દુનિયામાં હવે કહેવાય છે કે કોરોનાની સેકન્ડ વેવ આવી રહી છે. અનેક જગ્યાએ લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. શું ભારતમાં પણ બીજા લોકડાઉન માટે તમે લોકોએ કઈ વિચારી રાખ્યું છે?
જવાબ: ના. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે એક સાવધાનીનું મોટું અભિયાન ચલાવ્યું છે. જ્યાં સુધી રસી ન શોધાય અને કોઈ દવા ન બની જાય ત્યાં સુધી માસ્ક પહેરવું, બે ગજનું અંતર જાળવવું, અને દિવસમાં હાથ અનેકવાર ધોવા આ ત્રણ ચીજો પર ભાર મૂકવો. ગામડે ગામડે, શાળા-શાળા સુધી પોલીસ સ્ટેશન સુધી, આંગણવાડી સુધી, હેલ્થવર્કર્સ સુધી દરેક ઘર સુધી આ માટે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે તો હું માનું છું કે લોકડાઉન વખતે જ અમે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય રીતે સુધારી લીધુ હતું અથવા કઈ શકો કે ભારતમાં કોવિડ સામે લડવા માટે દુનિયાનું કહી શકાય કે સૌથી સારું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેના પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યા છે કે કયા સ્ટેજ પર કઈ દવા આપવાની છે, રિપોર્ટ કયા પ્રકારે કાઢવાનો છે. 


Corona Update: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે મળ્યા સારા સંકેત, જાણો લેટેસ્ટ માહિતી 


એમ્સ દરરોજ 35-40 હોસ્પિટલો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી રહ્યું છે તેના ડોક્ટરોને ગાઈડ કરે છે. જે પેચિદા કેસ છે તેમને રેફર કરાય છે. આ કારણે મૃત્યુદર પણ ઓછો થઈ રહ્યો છે અને રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે દેશમાં લોકડાઉન લાગ્યું ત્યારે વિપક્ષના કેટલાક નેતા ખાસ કરીને રાહુલ ગાંધી કહેતા હતા કે સમગ્ર દેશને બંધ કરી દીધો, લોકડાઉન કરવાની જરૂર નહતી. આજે તેમને ખબર નથી કે જો લોકડાઉન ન કર્યું હોત અને તે સમયે કોરોનાનો પીક આવત તો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર લાખો-કરોડો લોકો મરી જાત.


#AmitShahOnZeeNews: બિહારમાં NDAનો DNA શું છે? જાણો અમિત શાહે શું કહ્યુ


સવાલ: તમને યાદ હશે કે કોવિડ-19નો સિલસિલો શરૂ થયો ત્યારે તે સમયે પ્રવાસી મજૂરોની મોટી સમસ્યા સર્જાઈ હતી. મીડિયામાં ખુબ હાઈપ થયો હતો અને તે સમયે એવું લાગતું હતું કે જે સ્થિતિ છે તે કંટ્રોલમાં નથી. તમને શું લાગે છે તે સ્થિતિનું, તે તસવીરોનો તમને લાભ થશે કે નુકસાન?
જવાબ: તેમા કોઈ બેમત નથી કે ઘણા લોકો પગપાળા ગયા, વ્યવસ્થા થાય તે પહેલા ધૈર્ય ગુમાવી બેઠા. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે બિહારમાં 1500થી વધુ ટ્રેનો ગઈ છે. અલગ અલગ રાજ્યોથી અને સલામત રીતે તેમને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. વાસ્તવિકતા એ પણ છે કે અઢી કરોડ પ્રવાસી મજૂરો ટ્રેનો, બસો અને અન્ય સલામત માર્ગોથી ઘરે પહોંચાડાયા છે. પરંતુ એક સાથે બધાને લઈ જવાની વ્યવસ્થા કરવી કદાચ શક્ય નહતી. અને કેટલાક રાજ્યોમાં સ્થિતિ એવી પણ પેદા થઈ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કે તેમને રેલવે સ્ટેશન પર પહોંચાડવા કે તેમના સુધી સંદેશ પહોંચાડવા માટે કોમ્યુનિકેશન ગેપ સર્જાયો અને આ કારણે પણ લોકો પોત પોતાના રસ્તે નીકળી પડ્યા. તમામ રાજ્ય સરકારોએ વચ્ચેથી તેમને બસોમાં બેસાડીને નજીકના રેલવે સ્ટેશને પહોંચાડ્યા, ખાણીપીણીની વ્યવસ્થા કરી પરંતુ એ વાત સાચી છે કે કેટલાક લોકોએ તકલીફો સહન કરવી પડી. 


ફેબ્રુઆરી 2021 સુધી ભારતની ઓછામાં ઓછી અડધી વસ્તી આવી શકે છે કોરોનાની ઝપેટમાંઃ સરકારી પેનલ


સવાલ: તમે બીમાર હતા. કોવિડ 19 સામે લડત લડી. વ્યક્તિગત રીતે અને એક નેતા તરીકે નવી સ્થિતિએ તમને કેવી રીતે બદલ્યા છે?
જવાબ: લાંબા સમયથી મને વાંચવા-લખવાનો સમય નહતો મળતો. દોઢ મહિનામાં મને વાંચવા લખવા માટે સમય મળી ગયો. બીજી વાત, અનેક ચીજોને પાછળ વળીને જોવાનો, વિચારવાનો સમય મળ્યો. મારાથી અનેક ભૂલો ક્યાં થઈ, કેવી રીતે થઈ, તે વિશે વિચાર્યું અને આગળ તે ભૂલો ન થાય તે માટે પોતાની જાતને તૈયાર કરી. ખાસ કરીને વાંચવા લખવા પર મારો વિશેષ ભાર રહ્યો. ઈશ્વરની કૃપાથી એટલો પણ બીમાર નહતો કે વાંચવા લખવામાં વિધ્ન પડે, સંપર્કવિહોણો જરૂર રહ્યો પરંતુ રૂમની અંદરની સ્થિતિ એટલી પણ બગડી ન હતી કે લખવા વાંચવામાં મને તકલીફ પડે. આથી મોટાભાગનો સમય લખવા વાંચવામાં જ પસાર થયો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube