ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી. 

Updated By: Oct 19, 2020, 07:42 AM IST
ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને (Dr Harshvardhan,) રવિવારે કહ્યું કે કોરોના વાયરસ (Corona Virus) નું સામુદાયિક સ્તરે સંક્રમણ (Community Transmission) કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં સિમિત છે અને આવું આખા દેશમાં થઈ રહ્યું નથી. હર્ષવર્ધને સંડે સંવાદના છઠ્ઠા એપિસોડમાં પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે વાતચીતમાં આ વાત કરી. તેઓ એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમના રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, "પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિભિન્ન ભાગમાં અને ખાસ કરીને ગાઢ વસ્તીવાળા વિસ્તારોમાં કોવિડ-19નું સામુદાયિક સંક્રમણ થઈ શકે છે."

તેમણે કહ્યું કે જો કે, "દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે." કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી. 

ચીનના દાવાની પુષ્ટિ માટે કોઈ પુરાવો નથી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી જે દુનિયામાં કોવિડ-19 મહામારીના એક સાથે અનેક સ્થળે ફેલાવવાના દાવાની પુષ્ટિ કરે. ચીને દાવો કર્યો છે કે કોરોના વાયરસ મહામારી ગત વર્ષે અનેક દેશોમાં ફેલાઈ. હર્ષવર્ધને સંડે સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ સાથે સંવાદ દરમિયાન કહ્યું કે અત્યાર સુધી એ જ સ્વીકૃત છે કે દુનિયામાં પહેલીવાર કોવિડ-19 મહામારી ચીનના વુહાનથી ફેલાઈ. 

મોટો ઝટકો! Covid-19 ની સારવારમાં આ ચાર દવાઓ સાવ નિષ્ફળ, WHOનું નિવેદન

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ચીને દાવો કર્યો છે કે એક સાથે અનેક દેશોમાં આ બીમારી ફેલાઈ. તેમણે કહ્યું કે, "પરંતુ આ દાવો (બીમારીના સંદર્ભમાં) કે દુનિયાભરમાં અનેક સ્થળો પર એક સાથે કોરોના વાયરસ મહામારી ફેલાઈ હતી, તેની ચકાસણી માટે એક જ સમયે અનેક દેશોથી તપાસમાં પુષ્ટિ બાદ, કેસ સામે આવવા પર સંગત આંકડાની જરૂર પડે. પરંતુ આ સંદર્ભે હજુ સુધી કોઈ જ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી. આથી વુહાનમાં કોવિડ-19ના કેસ આવ્યો એ જ દુનિયાનો પહેલો કેસ છે."

બજારમાં ચીનમાં નિર્મિત ઓક્સિમીટરનું પૂર આવવા સંબંધે એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે બજારથી કે ઓનલાઈન રિટેલ વેપારીઓ પાસેથી ઓક્સિમીટર ખરીદતી વખતે ગ્રાહકોએ એફડીએ  કે સીએ સ્વિકૃત ઉત્પાદકોને જ જોવા જોઈએ અને તેમને આઈએસઓ કે આઈઈસી વિશેષતાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. 

કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ

જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે ઓક્સીજન સ્તરમાં ઘટાડો કોવિડ સંક્રમણનું લક્ષણ નથી. કારણ કે આવું અન્ય બીમારીઓની સ્થિતિમાં પણ થઈ શકે છે. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં કોરોના વાયરસમાં કોઈ આનુવાંશિક ફેરફાર આવ્યો નથી. 

એક અન્ય પ્રશ્નના જવાબમાં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે હાલ દેશમાં કોઈ પણ નાસિક સંબંધિત રસીનું પરીક્ષણ થતું નથી. પરંતુ સીરમ ઈન્સ્ટિટ્યૂટ કે ભારત બાયોટેક દ્વારા આગામી મહિનાઓમાં નિયામકીય મંજૂરી બાદ આવી રસીઓના ક્લિનિકલ ટ્રાયલ થાય તેવી શક્યતા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube