#AmitShahOnZeeNews: બિહારમાં NDAનો DNA શું છે? જાણો અમિત શાહે શું કહ્યુ
વાતચીતની શરૂઆતમાં ગૃહમંત્રીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી. તેમણે બિહાર ચૂંટણીને લઈને રણનીતિના પ્લાન વિશે વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ પર્વ આપણે તે રીતે ઉજવીએ કે કોરોનાને પરાસ્ત કરવામાં મદદ મળે.
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી (Bihar Assembly Elections 2020) ને લઈને રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઈ ગઈ છે. આ વચ્ચે દેશના ગૃહ મંત્રી અમિત શાહે ZEE NEWS ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી છે. વાતચીતની શરૂઆતમાં ગૃહમંત્રીએ દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી. તેમણે બિહાર ચૂંટણીને લઈને રણનીતિના પ્લાન વિશે વિસ્તારથી જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ પર્વ આપણે તે રીતે ઉજવીએ કે કોરોનાને પરાસ્ત કરવામાં મદદ મળે. ગૃહમંત્રીએ દેશની જનતાને માસ્ક પહેરવા, બે ગજની દૂરી રાખવા અને સ્વસ્છતાનું ધ્યાન રાખવા માટે વિશેષ વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, દેશની પ્રગતિ માટે શક્તિ પર્વથી જે નવો સમય શરૂ થયો છે, તે દેશને ખુબ આગળ લઈ જનારો હોય.
આવો જાણીએ અમિત શાહે ક્યા-ક્યા સવાલોનો જવાબ આપ્યા
સવાલઃ આ વર્ષે તમારા સ્વાસ્થ્યને લઈને ખુબ ચર્ચામા રહ્યા, તમારૂ સ્વાસ્થ્ય કેવુ છે.
જવાબઃ મારી દુશ્મની કોઈ સાથે નથી, મારી વિચારધારા અને કાર્યપદ્ધતિથી કોઈનો વિરોધ હોઈ શકે છે, હું સંપૂર્ણ સ્વસ્થ છું.
સવાલ- મોટા નેતા સ્વાસ્થ્યને લઈને સીક્રેટિવ રહે છે
જવાબઃ હું સીક્રેટિવ નથી, 20 મિનિટમાં ટ્વીટ કરીને જણાવ્યું કે, હું કોરોના પોઝિટિવ છું.
સવાલઃ બિહાર ચૂંટણીમાં તમને પ્રથમ એક્સપોઝર મળવાનું છે, 2015થી આ વખતની સ્થિતિમાં તમે શું અંતર જુઓ છો?
જવાબ- 2015મા સારી સ્થિતિ હતી, સામાજિક સમીકરણ અમારા પક્ષમાં નહતા તેથી અમે ચૂંટણી હાર્યા. આ વખતે બધુ ઉંધુ છે. સામાજિક સમીકરણ અમારા પક્ષમાં છે. કોરોના કાળમાં સરકારે 60 કરોડ ગરીબોની ચિંતા કરે. લઘુ ઉદ્યોગ હોય કે મોટા ઉદ્યોગ સરકારે બધાની ચિંતા કરી. બિહાર સરકારે પણ સારૂ કામ કર્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર, નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર સરકારે કોરોનાના સમયે જે કામ કર્યુ છે તે અમારૂ મજબૂત પાસુ છે. સામાજિક સમીકરણ અમારા પક્ષમાં છે.
સવાલઃ પ્રવાસી મજૂરોની સમસ્યા પર બિહાર ચૂંટણી પ્રથમ રેફરેન્ડમ છે, તેનું નુકસાન થશે કે લાભ?
જવાબ- બિહારમાં 1500થી વધુ ટ્રેનો ગઈ છે. અઢી કરોડ મજૂરોને પહોંચાડવામાં આવ્યા.
સવાલ- સરકારનું મિસ કોમ્યુનિકેશન હતું કે મીડિયા હાઇપ?
જવાબ- થોડો કોમ્યુનિકેશન ગેપ અને કેટલાક મજૂરોના ધૈર્ય ગુમાવવાને કારણે થયું.
સવાલ- આ સમયે સૌથી મોટું કન્ફ્યૂઝન છે, તે છે બિહારમાં એલજેપી, ચિરાગ પાસવાનને લઈને. તમને શું લાગે છે એલજેપી ક્યાં છે?
જવાબઃ એલજેપીને લઈને હું કંઈ ન કહી શકું. એનડીએ અને ભાજપ તરફથી કહેવા માગુ છું કે બિહાર ચૂંટણીમાં એલજેપી એનડીએનો ભાગ નથી. ભાજપ-જેડીયૂ-હમ અને વીઆઈપી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યાં છે. નીતીશના નેતૃત્વમાં એનડીએ બિહારમાં ચૂંટણી લડી રહી છે. તેમાં એલજેપી નથી.
સવાલ- ચિરાગ પાસવાને પીએમ મોદીને લઈને નિવેદન આપ્યુ હતુ કે મોદીજી મારા દિલમાં એવી રીતે વસે છે, તમે મારૂ દિલ ચીરીને જોઈલો તો તેમાં મોદીજીની તસવીર મળશે આ કન્ફ્યૂઝન ફેલાવવા માટે છે?
જવાબ- આવું તો ઘણા વિપક્ષી દળોના મનમાં છે.
સવાલ- તમને એવું લાગી રહ્યું છે કે ચિરાગ પાસવાન કંઈક વધુ મહત્વકાંક્ષી થઈ રહ્યાં છે?
જવાબઃ એનડીએ તરફથી એલજેપી સાથે ચર્ચા થઈ, તેમને પૂરતી સીટો પણ ઓફર કરવામાં આવી. પરંતુ તે ન માન્યા અને ગઠબંધન તોડી દીધું. હવે તે બિહારમાં અમારા ગઠબંધનમાં નથી.
સવાલઃ પરંતુ કેન્દ્રમાં તે ગઠબંધનમાં છે?
જવાબઃ હાલ બિહારમાં ચૂંટણીની સ્થિતિ છે, ત્યાર બાદ વિચારીશું.
સવાલઃ એલજેપીનું કહેવું છે કે વીઆઈપીના લોકોને તમે વધુ વીઆઈપી સ્ટેટસ આપી દીધું. જ્યારે આમ કરવાની જરૂ નહતી. વીઆઈપીને વીવીઆઈપી બનાવી દીધી.
જવાબઃ પછાત અને વંચિતોને વધુ સ્થાન આપવામાં આવે. 2-3 સીટો વધુ મળી ગઈ તો શું થઈ ગયું.
સવાલ- નીતીશને લઈને બિહારમાં એટલો ઉત્સાહ નથી?
જવાબ- હું નથી માનતો. બિહારની જનતા કોંગ્રેસના 10 વર્ષ, લાલૂના 15 વર્ષ અને નીતીશના 15 વર્ષની તુલના જરૂર કરશે. 25 વર્ષની અસ્થિરતા અને જંગલરાજનું ધ્યાન જરૂર રાખવામાં આવશે.
સવાલ- આ વખતે લાલૂ યાદવ પ્રચાર નહીં કરી શકે, બિહારમાં કહેવત છે કે સમોસા વગર આલૂથી કેમ ચાલી શકે, પરંતુ બિહાર વગર લાલૂને નહીં. તો શું તમને તેનો લાભ મળશે?
જવાબ- ચારા કૌભાંડને કારણે લાલૂ જેલમાં છે.
સવાલ- લાલૂએ સત્તાનું ટ્રાન્સફર કર્યું છે, તેમના પુત્ર ચૂંટણીમાં છે. તમને લાગે છે કે બિહારની જનતા તેમને સ્વીકાર કરશે?
જવાબ- યદુવંશિયોમાં ખુબ રોષ છે કે પરિવારવાદની રાજનીતિ લાલૂ ક્યાં સુધી ચલાવશે. મોદીની સૌથી મોટી સિદ્ધિ છે કે તેમણે પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને પુષ્ટિકરણને સમાપ્ત કરી દીધું છે અને વિકાસને સ્થાપિત કર્યો.
સવાલ- જ્યારે તમે અધ્યક્ષ હતા ત્યારે પણ બિહારમાં ભાજપ ન જીતી શક્યું, બિહારમાં લાગે છે કે ભાજપ જૂનિયર પાર્ટનરની જેમ લડી રહ્યું છે. શું ભારતે સ્વીકાર કરી લીધું કે ભાજપ બિહારમાં જૂનિયર પાર્ટનર છે?
જવાબ- ઓછા વધુનો સવાલ નથી. નીતીશ કુમારે 15 વર્ષમાં સારૂ કામ કર્યું છે. અમે એક થઈને ચૂંટણી લડી રહ્યાં છીએ. પરિણામ સારૂ આવશે.
સવાલઃ માની લો કે બિહાર ચૂંટણી બાદ શું કેન્દ્રમાં એલજેપીના કોટાથી વધુ એક મંત્રી આવશે?
જવાબ- તેના પર હું એકલો નિર્ણય ન કરી શકું.
સવાલ- કોવિડ 19 બાદ આ દેશમાં પ્રથમ ચૂંટણી છે, પહેલા અને હવેમાં શું અંતર છે? શું કોઈ નવી તૈયારી કરવામાં આવી છે?
જવાબ- બધા પક્ષોએ તૈયારી કરવી પડશે. કેટલાક નવા પ્રયોગ કરવા પડશે. બની શકે કે ચૂંટણી ખર્ચ હંમેશા માટે ઓછો થઈ જાય. વર્ચ્યુઅલ રેલીઓની પરંપરા ચાલૂ રહે.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube