AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો
સંધ્યા જોરહાટના એરબેઝ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ઓફિસર તરીકે નોકરી કરતી હતી અને તેણે ફ્લાઈટ લેફ્ટનન્ટ આશિષ તંવર સાથે 2018માં લગ્ન કર્યા હતા
નવી દિલ્હીઃ જોરહાટ ખાતે આવેલા વાયુસેનામાં એર ટ્રાફિક કન્ટ્રોલ ખાતે સંધ્યા તંવર ઓન ડ્યુટી હતી જ્યારે તેના પાઈલટ પતિ આશિષ તંવરના વિમાન AN-32એ એરબેઝ ખાતેથી સોમવારે અરૂણાચલ પ્રદેશના મેનચુકા જવા માટે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફ કર્યાના માત્ર અડધા કલાકના અંદર જ આ વિમાનનો રડાર સાથેનો સંપર્ક તુટી ગયો હતો અને યુવાન સંધ્યા તંવર વાયુસેનાના વિમાન AN-32ના ગુમ થવાના જાણ થઈ હતી.
જોરહાટના એરબેઝ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસર (ATCO) તરીકે નોકરી કરતી હતી અને તેણે ફ્લાઈટ લેફ્ટનન્ટ આશિષ તંવર સાથે 2018માં લગ્ન કર્યા હતા. વાયુસેનાએ જણાવ્યું હતું કે, વિમાન જોરહાટ ખાતેથી 12.27 કલાકે જોરહાટ ખાતેથી અરુણાચલ પ્રદેશના શી-યોમી જિલ્લાના મેનચુકામાં આવેલા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે જવા માટે ટેક ઓફ કર્યું હતું. તેણે બપોરે 1.00 કલાકે ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથેનો સંપર્ક છોડી દીધો હતો.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફ્લાઈટ લેફ્ટનન્ટ ઓફિસર સંધ્યા એ સમયે ડ્યુટી પર હતી જ્યારે તેના 29 વર્ષના પાઈલટ પતિના વિમાને 12 અન્ય યાત્રા સાથે ટેકઓફ કર્યું હતું.
લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના