રોહતક: ઉત્તર ભારતના અનેક ભાગમાં છેલ્લા કેટલાક દિવસથી અનેકવાર ભૂકંપ (Earthquake) ના આંચકા મહેસૂસ થયા છે. હરિયાણાના રોહતકમાં આજે સવારે સવા 4 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો મહેસૂસ થયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1ની હતી. આથી વધુ જગ્યા પર આ આંચકો મહેસૂસ થયો નહીં. છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, ઓડિશામાં ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં ઓછી તીવ્રતાના 25 જેટલા ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 જૂનના રોજ કાશ્મીરમાં આવ્યો ભૂકંપ
આ અગાઉ કાશ્મીરમાં મંગળવારે એક મધ્યમ તીવ્રતાનો ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો હતો. મધ્યમ તીવ્રતાનો આ આંચકો મંગળવારે સવારે 7 વાગે આવ્યો જેની રીક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર તઝાકિસ્થાન ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 100 કિમી અંદર હતી. ભૂકંપની દ્રષ્ટિએ કાશ્મીર એક એવા ક્ષેત્રમાં છે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા વધુ રહે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube