હૈદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાનું કામ ચાલુ થઇ જશે. હાલ પ્રજા વેદિકામાં જ ચંદ્ર બાબુ નાયડુ રહી રહ્યા છે. ગત્ત દિવસોમાં ચંદ્રબાબુ નાયડુએ જગનમોહન રેડ્ડીને પત્ર લખીને પ્રજા વેદિકાને નેતા વિપક્ષનું સરકારી મકાન જાહેર કરવા માટેની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રેલવે દિલ્હી-હાવડા, દિલ્હી-મુંબઈનો મુસાફરી સમય આટલા કલાક ઘટાડશે
વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે. એન.ચંદ્રબાબુ નાયડુનાં અમરાવતી ખાતેનાં આવાસ પ્રજા વેદિકાને પોતાનાં કબ્જામાં લઇ લીધો. તેલુગુ દેશમ પાર્ટીએ તેના બદલાની કાર્યવાહી ગણાવી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો કે સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે કોઇ સદ્ભાવ નથી, કારણ કે તેમના સામાનને અમરાવતીનાં ઉદાવલ્લી ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો. 


NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત 'હથિયાર', ખાસ જાણો



નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વાઇ.એસ જગન મોહન રેડ્ડીને પત્ર લખીને ઢાંચાનો ઉપયોગ બેઠકો માટે કરવા માટેની પરવાનગી માંગી હતી. તેમણે સરકારને અપીલ કરી હતી કે નેતા વિપક્ષનું મકાન જાહેર કરવામાં આવે. જો કે સરકારે પ્રજા વેદિકાને કબ્જામાં લેવાનો નિર્ણય લીધો હતો. જાહેરાતોની કલેક્ટરોનું સમ્મેલન ત્યાં થશે. પહેલા આ સમ્મેલન રાજ્ય સચિવાલયમાં થવાનું નિશ્ચિત હતું. નાયડુ હાલ પરિવારનાં સભ્યો સાથે વિદેશમાં રજા ગાળી રહ્યા છે.