કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત 'હથિયાર', ખાસ જાણો

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષાદળો આકરા પાણીએ છે. આતંકીઓનું જીવવું હરામ થઈ ગયું છે.

કાશ્મીરમાં પથ્થરબાજોને પછાડવા માટે સેનાને મળશે નવું જબરદસ્ત 'હથિયાર', ખાસ જાણો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષાદળો આકરા પાણીએ છે. આતંકીઓનું જીવવું હરામ થઈ ગયું છે. ઓપરેશન ઓલઆઉટ અત્યંત સફળ રહ્યું છે અને રાજ્યમાંથી આતંકીઓનો સફાયો થઈ રહ્યો છે. જો કે સુરક્ષાદળો માટે મોટી સમસ્યા પથ્થરબાજો બને છે. ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું પાડ્યાં બાદ આતંકીઓ અને કેટલાક સ્થાનિક અસામાજિક તત્વોના  કારણે સુરક્ષાદળોએ પથ્થરમારો સહન કરવો પડે છે. જેની સામે કાર્યવાહીમાં પેલેટ ગનનો ઉપયોગ કરવો પડે છે જેમાં ક્યારેક નિર્દોષ લોકોએ પણ સહન કરવું પડે છે. અનેક લોકો આંખની ગંભીર ઈજાનો ભોગ બનતા હતાં. જેનો તોડ હવે કાઢી લેવાયો છે. અવાજનો ઉપયોગ કરીને કાશ્મીરમાં તોફાની તત્વો, પથ્થરબાજો અને આતંકીઓના કામ તમામ કરાશે. 

ડીએનએના એક અહેવાલ મુજબ ગૃહ મંત્રાલય દ્વારા 'sound cannon' (સાઉન્ડ કેનન) ડિવાઈસને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે બહુ જલદી હવે સુરક્ષાદળોને સ્થાનિક તોફાની તત્વો સામે સુરક્ષા માટે પેલેટગનની જગ્યાએ આ ડિવાઈસ મળશે. આ ડિવાઈસ અવાજની તાકાત બતાવશે અને તોફાની તત્વોને ભગાડશે. પેલેટગનના કારણે મોટાપાયે આંખની ઈજાની ફરિયાદો આવતી હતી. ડિવાઈઝ Long Range Acoustic Device (LRAD) તરીકે ઓળખાય છે. આ સોનિક વેપન સૌથી પહેલા અમેરિકાના પિટ્સબર્ગમાં 2009માં જી20 સમિટ વખતે ભીડને કાબુમાં લેવા માટે વપરાયું હતું. 

જુઓ LIVE TV

એક સિનિયર IPS અધિકારીએ ડીએનએને જણાવ્યું કે આ ડિવાઈસની ખુબ જરૂર છે. આતંકીઓ સાથે અથડામણ સમયે, સ્થાનિકો સુરક્ષાદળો પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દે છે. તેવા સમયે આ LRAD ભીડને તરત વિખેરવા માટે મદદરૂપ થશે. જો કે આ ડિવાઈસ માટે પણ એવું કહેવાય છે કે વિશ્વમાં તેના ઉપયોગ સામે ફરિયાદો ઉઠી છે. કારણે કે મોટા અવાજના કારણે માણસની સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે. 

અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વોર્નિંગ ટોન એ મનુષ્ય માટે નુકસાન કારક હોય તેવા અવાજની મર્યાદાને ક્રોસ કરશે નહીં અને અવાજની તીવ્રતાને કંટ્રોલમાં રાખશે. મંત્રાલયે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસને આ અંગેની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવી દીધુ છે. એક નોંધમાં સરકારે ખાસ જણાવ્યું છે કે આ ડિવાઈસના મેન્યુફેક્ચર્સે આ ડિવાઈસના કારણે મનુષ્યના કાનને થતી અસરનું ધ્યાન રાખવું પડશે અને ઈન્ડિયન એન્ડ મેડિકલ ઓર્ગેનાઈઝેશન્સ પાસેથી સર્ટિફિકેટ પણ મેળવવા પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news