લોકસભા 2019: આ સીટ પરથી પિતાની સામે તેની જ પુત્રી ચૂંટણી મેદાને ઉતરશે
6 વખત સાંસદ રહેલા અને કોંગ્રેસના મહત્વના જનજાતીય ચહેરાઓ પૈકી એક કિશોર ચંદ્ર દેવે ગત્ત મહિને પાર્ટી સાથે સંબંધ તોડીને તેદેપાનો હાથ પકડી લીધો હતો
અમરાવતી : આંધ્રપ્રદેશનાં અરાકુ લોકસભા સીટ પર લોકસભા ચૂંટણી રોચક થઇ રહી છે. આ સીટ પર અનુભવી જનજાતીય નેતાને ચૂંટણી દંગલમાં તેમની જ પુત્રી પડકારી રહી છે. અનુભવી રાજનેતા અને પુર્વી કેન્દ્રીય મંત્રી વિરીચેરલા કિશોરચંદ્ર સુર્યનારાયણ દેવ અહીં તેલુગુ દેશમ પાર્ટી (તેદપા) ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તેની પુત્રી અને દિલ્હીના વકીલ,સામાજિક કાર્યકર્તા વી.શ્રુતિ દેવીને તેમની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 6 વખત સાંસદ રહ્યા અને કોંગ્રેસના પ્રમુખ જનજાતીય ચેહરા પૈકીનાં એક દેવે ગત્ત મહિને પાર્ટી સાથે સંબંધ તોડવા તેદેપામાં જોડાઇ ગયા હતા.
ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ
72 વર્ષીય દેવ ઉત્તર કિનારા આંધ્રપ્રદેશનાં સૌથી કદ્દાવર નેતા છે, જ્યાં અનેક રાજનેતા વિસ્તારનાં પૂર્વ શાસકોનાં પરિવારથી આવે છે. વિજિયાનગરમ જિલ્લાના કુરુપમ જનજાતીય રાજ પરિવારથી આવનારા દેવ ભદ્ર રાજનેતા સ્વરૂપે લોકપ્રિય છે. તેમને કુરુપમના રાજા કહેવાય છે. મૃદુભાષી સ્વભાવનાં દેવ જુના રાજનેતા છે. તેઓ પોતાની વિદ્વતા માટે ચર્ચિત છે. જનજાતી માટે અનામત લોકસભા ક્ષેત્ર અરાકુમાં દેવને ઘણુ સારુ જનસમર્થન પ્રાપ્ત છે.
સપના ચોધરી કોંગ્રેસમાં જોડાયા, મથુરામાં હેમા માલિનીને આપી શકે છે ટક્કર
કિશોરચંદ્ર સુર્યનારાયણ દેવ પહેલી વાર 1977માં ચૂંટાયા હતા
અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ અને રાજનીતિ શાસ્ત્રમાં પોસ ગ્રેજ્યુએટ દેવ પહેલીવાર પર્વતીપુરમથી 1977માં લોકસભા માટે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ 1980,1984 અને 2004માં ચૂંટાયા હતા. પાર્ટીમાં ફુટ પડવાનાં કારણે તેઓ કોંગ્રેસ (એસ)ની સાથે ચૂંટણી લડ્યા હતા. 1979માં ચૌધરી ચરણસિંહની સરકારમાં તેમનો સ્ટીલ પ્લાન્ટ, ખનન અને કોલસા રાજ્યમંત્રી બનાવવામાં આવ્યું હતું. તેઓ 1993માં તત્કાલીન વડાપ્રધાન પી.વી નરસિમ્હા રાવના આમંત્ર બાદ કોંગ્રેસમાં પરત આવ્યા અને 1994માં તેઓ રાજ્યસભા સભ્ય બન્યા હતા.