સપના ચોધરી કોંગ્રેસમાં જોડાયા, મથુરામાં હેમા માલિનીને આપી શકે છે ટક્કર

કોંગ્રેસ સપના ચૌધરીને મથુરામાં ભાજપ સાંસદ હેમા માલિની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે

સપના ચોધરી કોંગ્રેસમાં જોડાયા, મથુરામાં હેમા માલિનીને આપી શકે છે ટક્કર

નવી દિલ્હી : હરિયાણવી ડાંસર અને સિંગર સપા ચૌધરીએ શનિવારે કોંગ્રેસનો હાથ પકડી લીધો. કહેવાઇ રહ્યું છે કે કોંગ્રેસ સપના ચૌધરીને મથુરામાં ભાજપ સાંસદ હેમા માલિનીની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છેકે કોંગ્રેસ તેને હરિયાણાથી ચૂંટણી લડાવી શકે છે. હરિયાણામાં સપના ચૌધરી ખાસા લોકપ્રીય છે. સપના ચૌધરી અનેક મોકા પર પહેલા જ વ્યક્ત કરી ચુક્યા છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત છે અને પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા માંગે છે. 

કોંગ્રેસનો પ્રચાર કરવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી
એવી અટકળો ગત્ત વર્ષથી જ લગાવાઇ રહી હતી કે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ગત્ત વર્ષે 22 જુને સપા ચોધરી કોંગ્રેસ મુખ્યમથક પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીથી પ્રભાવિત છે. તેઓ આગામી સમયમાં પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. 

સપના ચૌધરી પર ભાજપ સાંસદે કરી હતી વિવાદિત ટીપ્પણી
ગત્ત વર્ષે સપના ચૌધરીએ કોંગ્રેસ તરફી વલણ અંગે ભાજપ સાંસદે વિવાદિત ટીપ્પણી કરી હતી. હરિયાણા કરનાલના ભાજપ સાંસદ અશ્વિની કુમારે કહ્યું કે, કોંગ્રેસમાં ઠુમકા લગાવનારાઓ જે છે તેમણે જોવું જોઇએ કે ઠુમકા લગાવવા છે કે ચૂંટણી જીતવી છે. બીજી તરફ સપના ચૌધરીએ આ અંગે વળતો પ્રહાર કરતા કહ્યું કે તમારી માનસિકતા ઝળકાઇ ગઇ છે. હું મનોરંજન કરુ છું હું તમારા કામ પર ફોકસ કરુ છું. તેઓ વરિષ્ઠ વ્યક્તિ છે છે. એટલા માટે તેમને માફી માંગવાનું નહી કહું. તેમણે કહ્યું હતું કે, અશ્વિની ચોપડા પણ મારા ઠુમકા જોતા હશે. એટલા માટે તેમને આવું નિવેદનનો આભાર વ્યક્ત કરુ છું. 

યુવાનોમાં છે ખાસ્સી લોકપ્રિય
ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીની પોપ્યુલારિટીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પહેલા માત્ર સ્ટેજ શો કરનારા સપના ચૌધરી ગત્ત વર્ષે બિગ બોસમાં આવ્યા બાદ તેમને ફિલ્મો અને મ્યુઝીક આલ્બમને ખુબ જ પસંદ કરીર હ્યા હતા.  આમ તો દરેક ઉંમરના લોકો પર સપના ચૌધરીનો જાદુ જોવા મળે છે પરંતુ યવાનોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. સપના ચૌધરીના ફેન હરિયાણા અને યુપીમાં જ નહી પરંતુ બિહાર અને અન્ય રાજ્યોમાં પણ તેની ઘણી બધી ફેન ફોલોઇંગ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news