નવી દિલ્હી: તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ભાજપના નેતૃત્વવાળા એનડીએથી છેડો ફાડ્યો છે. પાર્ટીએ આજે થયેલી પોલિત બ્યુરોની બેઠકમાં આ નિર્ણય લીધો. ત્યારબાદ ટીડીપીના તમામં 16 સાંસદોએ રાજીનામાં આપ્યાં દીધા. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના મુદ્દે ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ સતત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી રહી છે. આ અગાઉ 8 માર્ચના રોજ ટીડીપીના બે મંત્રીઓએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાંથી રાજીનામાં આપ્યા હતાં. જો કે આમ છતાં પાર્ટીએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારને સમર્થન જારી રહેશે. અમરાવતીમાં આયોજિત પોલિત બ્યુરોની બેઠકમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના સાંસદોને ટેલિકોન્ફરન્સિંગ દ્વારા કહ્યું કે તેઓ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના મુદ્દે દિલ્હીમાં એનડીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચો : અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી સામે સાધ્યું નિશાન


લોકસભાની ત્રણ પેટાચૂંટણીના ઝટકા બાદ ભાજપ માટે આ એક વધુ આંચકો હોઈ શકે છે. નાણામંત્રી અરુણ જેટલીએ અગાઉ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે તો બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત તમામ રાજ્યો આ પ્રકારની માગણી કરી શકે છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રમાં સામેલ પોતાના મંત્રીઓને રાજીનામાં આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં તેના જવાબમાં ભાજપે આંધ્રમાં પોતાના બે મંત્રીઓના રાજીનામાં પણ સોપી દીધા હતાં.



ટીડીપીના એનડીએમાંથી બહાર જવાથી પેટાચૂંટણીની હારના પગલે ઘેરાયેલા ભાજપ પર હવે શિવસેના અને અકાલી દળ જેવા મહત્વપૂર્ણ સહયોગીઓ પણ દબાણ વધારી શકે છે.



ટીડીપી નેતા કોંગ્રેસ પર વરસ્યા, ભાજપને યાદ કરાવ્યા વાયદા
ટીડીપી નેતા અને સાંસદ અશોક ગજાપતિ રાજુએ ગુરુવારે આ અવૈજ્ઞાનિક રીતે અને ઉતાવળમાં આંધ્ર પ્રદેશના વિભાજન બદલ કોંગ્રેસની ટિકા કરી અને ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે રાજ્ય પ્રતિ અપાયેલા વચનોને યાદ કરે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહી આપવાને અન્યાય ગણાવતા પૂર્વ ઉડ્ડયન મંત્રી રાજુએ પોતાની પાર્ટીના વાય.એસચૌધરી સાથે મોદી સરકારમાંથી રાજીનામું આપી દીધુ હતું.



રાજુએ લોકસભામાં કહ્યું કે આંધ્ર પ્રદેશને આંધ્ર પ્રદેશ રાજ્યના અવશેષની સ્થિતિમાં પહોંચાડી દેવાયું. રાજ્યના લોકોને એક એવી સ્થિતિમાં ફેંકી દેવાયા છે જ્યાં તેઓ સંસ્થાઓ, માળખાગત સુવિધાઓ, પૂંજી વગેરેથી વંછિત છે. ક્ષેત્રમાં રાજ્યની પ્રતિ વ્યક્તિ આવક સૌથી ઓછી છે. કોંગ્રેસના સાંસદોના વિરોધ વચ્ચે રાજુએ કહ્યું કે જે રીતે રાજ્યનું વિભાજન થયું અને જે રીતે તેણે લોકતાંત્રિક પ્રક્રિયા પર દબાણ નાખ્યું દુનિયામાં કોઈ પણ લોકતાંત્રિક ગણતંત્રમાં અભૂતપૂર્વ છે.