નવી દિલ્હીઃ વેબસાઇટ AltNews ના સહ-સ્થાપક પ્રતિક સિન્હા પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. 14 જાન્યુઆરી, 2023 ના રોજ, અનામી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ 'ફાઇટફોરજસ્ટવર્લ્ડ' સાથે તેણીએ આપવિતી શેર કરતા, મહિલાએ કહ્યું કે સિન્હા માત્ર છેડછાડ કરતો અને 'સેક્સ મેનિક' નહોતો, પરંતુ તે અન્ય મહિલાઓને પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આ રીતનો ઉપયોગ કરતો જે મારી સાથે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ કહ્યું કે તેને 'આરએસએસની કઠપૂતળી, એક ભાજપ નેતા વગેરેનું લેબલ લગાવી તેના આરોપોને ફગાવી શકાય છે, કારણ કે તે ઓલ્ટ ન્યૂઝને નિશાન બનાવી રહી છે. મહિલાએ એમ પણ કહ્યું કે તે રાઈટ વિંગર્સ સામે લડી રહી છે.


પીડિતાએ કહ્યું કે તે પ્રતિક સિન્હાને કેટલાક વર્ષોથી ઓળખે છે અને તેના કામથી પ્રભાવિત હતી. જ્યારે સિન્હાએ તેને ફેસબુક મેસેન્જર પર મેસેજ કર્યો તો તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પહેલા જ દિવસે પ્રતિક સિન્હાએ તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને વિશ્વાસમાં આવીને તેણે તેને આપી દીધો હતો. ત્યારપછી પહેલા મેસેજ, પછી કોલ અને છેલ્લે વીડિયો કોલ પર વાતચીત શરૂ થઈ.


ના સિમેન્ટ, ના લોખંડ..!!! અયોધ્યામાં રામ મંદિરના સ્તંભ આ રીતે થઇ રહ્યા છે તૈયાર


મહિલાએ કહ્યું કે જ્યારે તેણે પૂછ્યું કે શું તે અન્ય કોઈની સાથે ભાવનાત્મક અથવા શારીરિક સંબંધ ધરાવે છે, તો સિન્હાએ કહ્યું કે તેણે માર્ચ 2019 થી કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી. જુલાઈ 2021માં સિન્હાએ પીડિતાને સપ્ટેમ્બરમાં કોલકાતા જતા પહેલા મળવા બોલાવી હતી અને આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો.


મહિલાનો આરોપ છે કે તેણે અભ્યાસ પૂરો થયા બાદ સિન્હા સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ સિન્હાએ બાદમાં કહ્યું હતું કે તે આ સંબંધ વિશે જે પણ કહી રહ્યા છે તે માત્ર એક ડ્રામા છે. મહિલાએ કહ્યું કે આ દરમિયાન પ્રતિક સિન્હાના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો હતા. જ્યારે તેણીએ લગ્ન કરવાના ઇનકાર વિશે સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ નારાજ થઈ ગઈ અને તેણે સિન્હાને ચેતવણી આપી કે તે સંબંધ જાહેર કરશે.


આ પણ વાંચોઃ નડ્ડાની પાસે રહેશે કમાન યા ભાજપને મળશે નવો કેપ્ટન? 48 કલાક બાદ PM લેશે આખરી નિર્ણય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube