નવી દિલ્હી: મોદી સરકાર (Modi Government)એ ચીન (China)ને ના માત્ર ભારત ચીન સીમા પર પરંતુ વ્યવસાયિક મોરચે પણ પાછળ ધકેલવા માટે ઘણા મોટા પગલાં લેવામાં આવ્યા છે. સરકારે ડિજિટલ સ્ટ્રાઇક (Digital Strike) કરી જ્યાં 200થી વધારે ચાઇનિઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની સાથે જ સરકારે હવે ટોયઝ એટલે કે બાળકોના રમકડાના ક્ષેત્રમાં પણ દેશથી બહાર કરવાનું નક્કી કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા


સરકારે ટોયઝને લઇને કડક કાલિથ કંટ્રોલ ઓર્ડર અમલમાં મૂક્યો તો ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ક્લસ્ટર વિકાસ કરી ટોયઝ બનાવવા માટે જરૂરી માહોલ અને મદદ કરવાની પણ શરૂઆત કરી છે. તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ભારતીય રમકડા ઉદ્યોગને મજબૂત કરવાની વાત તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં સ્પષ્ટ કરી હતી કે તેમનો ઇશારો ભારતીય બજારમાં ચીનના વર્તમાન વર્ચસ્વને તોડવા તરફ છે.


કેન્દ્ર સરકાર તરફથી તેની પહેલ એક બાદ એક થઇ રહેલા વ્યાપારિક નિર્ણયોમાં જોવા મળે છે.


આ પણ વાંચો:- મુંબઇ માતાનું અપમાન કરનારનું નામ ઇતિહાસમાં ડામરથી લખવામાં આવશે: સંજય રાઉત


મોદી સરકારે ટોયઝ ઇન્ડસ્ટ્રીની ખરાબ સ્થિતિ પર લીધો નિર્ણય
વર્તમાન સમયમાં ભારતીય રમકડા બજારમાં જ્યાં જુઓ ત્યાં ચીનના જ રમકડા જોવા મળે છે. ઉદારીકરણનો આ દોરથી શરૂ થયેલા આ સિલસિલોએ છેલ્લા 25 વર્ષમાં ભારતની અંદર જ ભારતીય રમકડાંને હાંસિયામાં ધકેલી દેવાયા. પહેલા ડોકલામ અને ત્યારબાદ પાછલા કેટલાક મહિનાઓથી ભારત-ચીન સરહદ પર ચીન સાથેના તણાવથી હાંસિયામાં મૂકાયેલા ભારતીય રમકડા ઉદ્યોગ તરફ ધ્યાન આપવાની ફરજ પડી. ભારત સરકારે રમકડા ઉદ્યોગની ખરાબ પરિસ્થિતિ અને સમસ્યા હેઠળ જવાનું નક્કી કર્યું છે.


આ પણ વાંચો:- કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને હવે શરદ પવારે મારી લપડાક, જાણો શું કહ્યું?


કેમ સસ્તા હોય છે ચીનના રમકડા?
ચીનના રમકડા ખરાબ ક્વોલિટીના હોવાના કારણે સસ્તા હોય છે પરંતુ આ રમકડા બાળકો માટે હાનિકારક હોય છે. ચીનના સસ્તા રમકડાના કારણ ભારતના સારા રમકડા પણ બજારમાં ટકી શકતા નથી. પરંતુ સમજો કે ચીનના રમકડા કેમ એટલા સસ્તા હોય છે?


આ પણ વાંચો:- ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ...અભિનેત્રી મુંબઇ પહોંચી


ચીનમાં રમકડા ઇન્ડસ્ટ્રીને સરકારી સંરક્ષણ મળ્યું છે જેના અંતર્ગત તેમને ઘણા પ્રકારની સુવિધાઓ મળે છે. ચીનમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીને સરકારથી જમીનથી લઇને મશીન ખરીદવા સુધી, ઘણા પ્રકારની સબસીડી મળે છે. આ ટોયઝ એક્સપોર્ટ કરવા પર પણ સબસિડી અને ઇન્સેટિવ્સ ચીન સરકાર આપે છે. ટોય ઇન્ડસ્ટ્રી લગાવવા પર ચીનમાં સસ્તા બજાર દર પર લોન પણ મળે છે. ચીનમાં સફળ સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ્સ ઉદ્યોગ સ્થાપવા માટે એક સરળ અને ઝડપી પ્રક્રિયા બનાવે છે.


આ પણ વાંચો:- બોમ્બે HCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCનું નાક કાપ્યું, આપ્યો આ આદેશ


આ રીતે, ચીનના રમકડા વેપારીઓએ ફક્ત તે વિચારવાનું છે કે તેઓ કયા પ્રકારનું રમકડું ઇચ્છે છે, બાકીનું કામ સરકારી સ્તરે સ્થાપિત કોમન ડિઝાઇન સેન્ટર દ્વારા કરવામાં આવે છે. વેપારીઓએ ફક્ત તેમના ઘટકની કિંમત ચૂકવવી પડે છે, તેને ભટકાવવાની જરૂર નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર