નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ તથા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ ચાઈનીઝ એપ ટિકટોક (Tiktok) નો ભારત સરકાર વિરુદ્ધ કેસ લડવાની ના પાડી દીધી છે. ટિકટોક પર લાગેલા કેન્દ્ર સરકારના પ્રતિબંધ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે ટિકટોકે એડવોકેટ મુકુલ રોહતગીનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ પોતે આ અંગે જાણકારી આપી. ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકોની શહાદતને ધ્યાનમાં રાખીને ચીનની ચીજો તથા બિઝનેસ ડીલના બહિષ્કારની ભારતીય જનતાની માગણીને જોતા એડવોકેટ રોહતગીએ આ પગલું ભર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખ (Ladakh) માં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. Ministry of Information Technology એ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સેક્શન 69એ હેઠળ આ 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંત્રાલયે એક નોટિસ બહાર પાડીને આ એપ્સને ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા તથા સાર્વજનિક વ્યવસ્થા સામે જોખમ ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube