CAA: જાફરાબાદ બાદ ચાંદબાગમાં શાહીન બાગ જેવું પ્રદર્શન, રસ્તા પર ઉતરી મહિલાઓ
જાફરાબાદ પછી ચાંદબાગમાં રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. બંન્ને જગ્યાઓ પર મહિલાઓ રસ્તા પર બેઠી છે. તેના કારણે સીલમપુરથી યમુના વિહાર તરફ જતો ટ્રાફિક અને વજીરાબાદ રોડથી ગાઝિયાબાદ તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ શાહીન બાગમાં એક તરફ રોડ ખુલ્યો તેનો એક દિવસ પણ થયો નથી પરંતુ હવે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પણ શાહીન બાગ જેવું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અહીં જાફરાબાદ બાદ ચાંદબાગમાં રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. બંન્ને જગ્યાઓ પર મહિલાઓ રસ્તા પર બેઠી છે. તેના કારણે સીલમપુરથી યમુના વિહારી તરફનો ટ્રાફિક અને વજીરાબાદ રોડથી ગાઝિયાબાદની તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થઈ રહ્યો છે.
સિગ્નેચર બ્રિજ સાથે જોડાઇ છે આ રોડ
ચાંદબાગ વિસ્તાર યુમાન વિહારની પાસે આવેલો છે. ત્યાં પ્રદર્શનકારીઓએ વજીરાબાદથી ગાઝિયાબાદની તરફ જતો રસ્તો બ્લોક કરી દીધો છે. હાલ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે જ્યારે ગાઝિયાબાદથી વજીરાબાદ તરફ જતો એક રસ્તો ખુલ્લો છે. ચાંદબાગ રોડ બંધ થવાને કારણે વધુ મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ રોડ સિગ્નેચર બ્રિજ તરફ જાય છે.
લોકો રસ્તા પર કેમ છે તે વિશે પૂછવા પર સ્થાનીક નિવાસી ઝબ્બાર મંસૂરીએ કહ્યું કે, સરકાર પર દબાવ વધે જેથી શાહીન બાગમાં વાર્તાકારોને મોકલવામાં આવ્યા, જ્યાં સુધી અમે લોકો રસ્તા પર નહીં ઉતરીએ ત્યાં સુધી સરકાર સાંભળશે નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube