ભારત બંધ પહેલા કિસાનોની જાહેરાત- હવે અમારા મનની વાત સાંભળે PM મોદી
સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની સંખ્યા દરરોજ વધી રહી છે તો અહીં પોલીસ ફોર્સની તૈનાતી વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસની એન્ટી ટેરર સ્ક્વોડ, સ્પેશિયલ સેલના સીનિયર ઓફિસર પણ ડ્યૂટી પર તૈનાત છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન 11મા દિવસમાં પ્રવેશ કરી ગયું છે. દિલ્હી-હરિયાણા પર સ્થિત સિંધુ બોર્ડર પર હજારો કિસાનોની ભીડ છેલ્લા 10 દિવસથી 24 કલાક ત્યાં ભેગી થયેલી છે. કિસાનોનું પ્રદર્શન ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર પર પણ ચાલી રહ્યું છે. આ સિવાય બુરાડી ગ્રાઉન્ડ પર પણ કિસાનો પ્રદર્શન કરી રહ્યાં છે.
કિસાન અને સરકાર વચ્ચે અત્યાર સુધી 5 રાઉન્ડની વાત થી ચુકી છે, પરંતુ વિવાદનો ઉકેલ આવ્યો નથી. હવે કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. આ વચ્ચે બધાની નજર 9 નવેમ્બરે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત પર ટકેલી છે.
ભારત બંધથી મંત્રી ગુસ્સે- કિસાન નેતા
કિસાન નેતા બલદેવ સિંહ નિહાલગઢે કહ્યુ કે, આ આંદોલન માત્ર પંજાબનું ન થઈને દેશનું બની ચુક્યુ છે. મંત્રી ગુસ્સામાંછે કે કેમ ભારત બંધનું આહ્વાન કર્યુ? કિસાન નેતાએ કહ્યુ કે, 8 ડિસેમ્બરે સવારથી સાંજ સુધી બંધ રહેશે. ચક્કાજામ બપોરે 3 કલાકે થશે. એમ્બ્યુલન્સ અને લગ્ન માટે રસ્તો ખુલ્લો રહેશે. શાંતિપૂર્ણ પ્રદર્શન રહેશે. ચંડીગઢ સેક્ટર 17ના ગ્રાઉન્ડમાં 7 તારીખે મોટુ પ્રદર્શન કરીશું. કિસાન નેતા જગમોહન સિંહે કહ્યુ કે, કિસાનોમાં મંથન તે થયું કે જ્યાં સુધી પોતાની માંગ સાથે સમજુતી નહીં કરીએ. તેમણે કહ્યું કે, મોદીના મનની વાત અમે સાંભળી રહ્યા છીએ, હવે તેમણે અમારા મનની વાત સાંભળવી જોઈએ.
કિસાન આંદોલન પર પવારની મોદી સરકારને ચેતવણી- હવે જાગી જવાનો સમય
ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઇઝરી
કિસાન આંદોલનને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસે નવી એડવાઇઝરી જાહેર કરી છે. પોલીસે જણાવ્યું કે, કિસાનોના વિરોધને કારણે ચીલ્લા બોર્ડર પર અવર-જવર બંધ છે. તો એનએચ 24 પર દિલ્હીથી ગાઝીયાબાદ જવા માટે ગાઝીપુર બોર્ડર બંધ છે. જ્યારે ગાઝીયાબાદથી દિલ્હી જવા માટ નેશનલ હાઇવે પર ગાઝીપુર બોર્ડર ખુલી છે.
દરેક કોંગ્રેસી કિસાનોની સાથે- અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 8 ડિસેમ્બરે દેશભરમાં કિસાનોના ભારત બંધનું સમર્થન કર્યુ છે. અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યુ, કોંગ્રેસ પાર્ટી 8 ડિસેમ્બરે કિસાનોના પક્ષમાં ભારત બંધનું સમર્થન કરે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે રાહુલ જી પોતાના હસ્તાક્ષર અભિયાન, કિસાન અને ટ્રેક્ટર રેલીના માધ્યમથી કિસાનોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ દેશના કિસાનોના કટ્ટર સમર્થક રહ્યા છે અને દેશના દરેક ખુણામાં આ મુદ્દાને લઈ કોંગ્રેસી કાર્યકર્તા તેમની સાથે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube