શ્રીનગર: ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગોળીબારની ઘટનામાં કથિત રીતથી સામેલ એક જવાનની શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી છે. બુલંદ શહેરની આ ઘટનામાં એક પોલિસ અધિકારી અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના સુત્રોના જણાવ્યા અનુસાર, જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતૂ ફોજીની સોપોરમાં 22 રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલિસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) તેની કસ્ટડી મેળવવા માટે મોડી સાંજે ત્યાં પહોંચી શકે છે.


વધુ વાંચો: બુલંદ શહેર હિંસા, જીતુની વિરુદ્ધ પુરાવા મળે તો તેને પોલીસને સોંપી દેવાશે: આર્મી ચીફ


ગત અઠવાડીએ બુલંદ શહેરમાં ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસામાં પોલિસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ અને ચિંગરાવઠી ગામમાં વસતા સુમિત કુમારની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.


ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં થયેલી હિંસા મામલે પ્રદેશ સરકારે શનિવારે બુલંદ શહેરમાં એસએસપી કૃષ્ણા બહાદુર સિંહની બદલી કરી અને તેમને ડીજીપી વડામથકમાં તૈનાત કરવામાં આવ્યા હતા. ગૃહ વિભાગના એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી. રાજ્ય સરકારે પ્રભાકર ચૌધરીને બુલંદ શહેરના નવા કપ્તાન બનાવ્યા છે.


વધુ વાંચો: યૂપી: કાનપુર જઇ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી, 500 મીટર સુધીનાં રેલ્વે ટ્રેક ઉખડ્યા


અધિકારીઓએ જણાવ્યું કે, બુલંદ શહેરમાં સોમવારે થયેલા મોબ લિંચિંગના મામલે વધુ બે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ખેતરોમાં કેટલાક હિન્દુવાદી સંગઠનના કાર્યક્રતાઓને ગૌવંશના અવશેષ મળ્યા બાદ ખરાબ સ્થિતિને સંભાળવામાં અસફળ રહેવાના કારણે બંને અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.


સીએમ યોગીએ જણાવી દુર્ઘટના
આ વચ્ચે, યૂપીના સીએમ યોગી આદિત્યનાથે બુલંદ શહેરની આ ઘટનાને દુર્ઘટના જણાવી છે. તેમણે પહેલા કહ્યું હતું કે આ ઘટના એક મોટું ષડયંત્ર છે. પરંતુ શુક્રવારે દિલ્હીમાં કહ્યું કે આ ઘટના હકીકતમાં એક દુર્ઘટના છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કોઇ મોબ લિંચિંગની ઘટના થઇ નથી. બુલંદ શહેરમાં જે થયું, તે એક દુર્ઘટના છે. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપી હજૂ ફરાર છે.
(ઇનપુટ-આઇએએનએસ)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...